37 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશ અને દુનિયાની સાથે બોલિવૂડ સેલેબ્સે પણ નવા વર્ષનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પુત્રી રાહા અને કપૂર પરિવાર સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા, જ્યારે અમિતાભે એક પોસ્ટ શેર કરીને તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.
બોલિવૂડ સેલેબ્સના નવા વર્ષની ઉજવણી અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર એક નજર કરીએ-
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણીની તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રાહા, નીતુ સિંહ, સોની રાઝદાન, રિદ્ધિમા કપૂર અને તેના પતિ સાથે જોવા મળે છે.
કાજોલ અને અજયે પણ પરિવાર સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. સેલિબ્રેશનની તસવીરો સાથે કાજોલે લખ્યું કે, તે સમાપ્ત થઈ ગયું, તે ફિલ્મના અંત કરતાં વધુ સારું હતું. આવનારા વર્ષોમાં, તમે તમારી ખુરશી છોડીને મહેમાનોને મળવા માટે ઉભા થાઓ, તમારું ટેબલ હંમેશા ભોજન અને મિત્રોથી ભરેલું રહે, તમારા પડોશીઓ હંમેશા ફરિયાદ કરે કે તમારી પાર્ટીઓ કેટલી લાંબી હોય છે.
સોનાક્ષીએ સિડનીમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હાલમાં જ સોનાક્ષીએ તેના પતિ ઝહીર ઈકબાલ સાથે બૂમો પાડતો અને કાઉન્ટ ડાઉન કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. સોનાક્ષીએ પતિને ગળે લગાવીને આતશબાજીની મજા માણી હતી. આ વીડિયો સાથે તેણે લખ્યું છે કે, અમારું તો નવા વર્ષ શરૂ થઈ ગયું. સિડનીથી નવા વર્ષની શુભેચ્છાઓ.
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ મેચિંગ નાઈટ સૂટ પહેરી તેમના બાળકો સાથે એક તસવીર શેર કરી અને લખ્યું, અમારા પરિવાર તરફથી તમારા પરિવારને 2025ની શુભકામના.
એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ફિનલેન્ડથી નવા વર્ષની ખાસ ક્ષણોનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, વર્ષનો અંત મહત્વની યાદો અને આશીર્વાદો સાથે, જે જાદુઈ છે. હું આ પ્રેમ, ડેવલોપમેન્ટ અને શીખવા માટે આભારી છું. આશાઓ અને સપનાઓ સાથે 2025 માં જઈ રહી છું.
શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
વિકી કૌશલ
તમન્ના ભાટિયાએ તેના માતા-પિતા સાથે વીડિયો કોલમાં જોડાઈને નવા વર્ષનું સ્વાગત કર્યું.