31 મિનિટ પેહલા
- કૉપી લિંક
શર્મિલા ટાગોર અને સારા અલી ખાન તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ-15’ના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યા હતા. આ દાદી-પૌત્રીની જોડીએ અમિતાભ બચ્ચન સાથે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. આ સાથે જ ઈબ્રાહિમ ખાનના જન્મ સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈબ્રાહિમ સૈફ અને તેની પહેલી પત્ની અમૃતા સિંહનો પુત્ર છે. બિગ બીએ શર્મિલાને પૂછ્યું કે પટૌડી પરિવારમાં સૌથી વધુ અધિકાર કોની પાસે છે?
સારા અલી ખાન અને દાદી શર્મિલા ટાગોર સાથે
તેમના જવાબમાં શર્મિલા ટાગોરે કહ્યું- સારા અલી ખાન. સારા તેમનું નામ સાંભળીને ચોંકી જાય છે. કારણ કે તેમણે આ સવાલ પર તેના પિતા સૈફનું નામ લીધું હતું. દાદી શર્મિલાએ સારા નામ રાખવા પાછળનું કારણ જણાવતાં કહ્યું- જ્યારે ઈબ્રાહિમનો જન્મ થયો હતો. તે સમયે મેં મારા લગ્નમાં પહેરેલી કાનની બુટ્ટી અમૃતાને આપી હતી. મેં કહ્યું હતું કે જ્યારે ઈબ્રાહીમની પત્ની આવે ત્યારે તેમને આ આપી દેજો.
આ પછી તેમણે બિગ બીને કહ્યું- તમે ધારો છો કે આજે આ કાનની બુટ્ટી કોની પાસે છે? આ સાંભળીને બિગ બીએ પૂછ્યું કે શું તે સારા છે જેની પાસે આ કાનની બુટ્ટી હતી.. સારાએ માથું હલાવ્યું અને હા કહ્યું હતું.
સૈફે જ્યારે અભિનેત્રી અમૃતા સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 21 વર્ષનો હતો. જ્યારે અમૃતા 33 વર્ષની હતી
માત્ર 21 વર્ષની ઉંમરમાં અભિનેતા સૈફ અલી ખાને તેમનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. સૈફે આ લગ્નની વાત પોતાના પરિવારથી પણ છુપાવી રાખી હતી. હાલમાં જ શર્મિલા ટાગોર કરન જોહરના ટોક શો ‘કોફી વિથ કરન’માં જોવા મળી હતી. આ દરમિયાન તેમણે પુત્ર સૈફના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. તેમણે સૈફ અને અમૃતાના છૂટાછેડા વિશે પણ વાત કરી હતી.
શર્મિલા ટાગોર ‘કોફી વિથ કરણ’ ટોક શોમાં પુત્ર સૈફ સાથે જોવા મળી હતી.
સૈફ-અમૃતાના છૂટાછેડા બાદ ટાઈગર ખૂબ જ દુઃખી હતા : શર્મિલા
આ જ ઇન્ટરવ્યૂમાં સૈફ અને અમૃતાના છૂટાછેડા વિશે વાત કરતી વખતે શર્મિલાએ કહ્યું હતું કે, ‘ટાઈગર અને મને પણ આ બંનેના છૂટાછેડાથી ખૂબ જ દુઃખ થયું હતું. અમને ઈબ્રાહિમ માટે સૌથી ખરાબ લાગ્યું કારણ કે તે સમયે તે માત્ર 3 વર્ષનો હતો. ઈબ્રાહિમ ટાઈગરનો લાડકો હતો અને તેમના છૂટાછેડા પછી બંને બાળકો પણ અમારાથી દૂર થઈ ગયાં હતાં. ત્યારપછી ટાઈગર ખૂબ જ દુઃખી રહેતાં હતાં.’
આ વિશે વાત કરતાં સૈફે કહ્યું કે, ’20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી મારા જીવનમાં ઘણા બદલાવ આવ્યા. જો કે, અમૃતા હંમેશા મને સપોર્ટ કરતી રહી છે અને આજે પણ અમારી વચ્ચે સારા અને આદરપૂર્ણ સંબંધ છે.’
પૌત્ર ઈબ્રાહિમ સાથે સૈફના પિતા ટાઈગર પટૌડીની આ તસવીર.
આ વિશે વાત કરતા સૈફે કહ્યું કે 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી મારા જીવનમાં ઘણા બદલાવ આવ્યા. જો કે, અમૃતા હંમેશા મને સપોર્ટ કરતી રહી છે અને આજે પણ અમારી વચ્ચે સારા અને આદરપૂર્ણ સંબંધ છે.
સ
સમાચાર સાંભળીને શર્મિલા અને ટાઈગર ચૂપ રહ્યા
શર્મિલાએ કહ્યું- ‘હું ત્યારે મુંબઈમાં હતી. સૈફ મને મળવા આવ્યો અને મને તેમના લગ્નના સમાચાર આપ્યા, જે સાંભળીને હું સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી, હું સાવ ચૂપ જ રહી હતી. સૈફે મારી સામે જોયું અને કહ્યું, ‘અમ્મા, તમને શું થઈ ગયું છે, તમારો રંગ બદલાઈ રહ્યો છે.’
‘પછી મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને સૈફને કહ્યું કે તે ઠીક છે.. આપણે આ વિશે પછી વાત કરીશું અને સૈફ જતાની સાથે જ મેં ટાઈગર (સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડી)ને ફોન કર્યો અને તેને આખી વાત કહી. તેઓ પણ થોડીવાર મૌન રહ્યા હતા.’ શર્મિલાએ વધુમાં જણાવ્યું કે સૈફ અને અમૃતાના લગ્નના બીજા દિવસે તે અમૃતાને પણ મળી હતી. ચા પીતાં પીતાં તેમણે અમૃતા સાથે ચર્ચા કરી. તેમને પણ ગમ્યું પણ શર્મિલા આઘાતમાં હતા.
સૈફ અલી ખાન પ્રથમ પત્ની અમૃતા સિંહ અને પુત્રી સારા પુત્ર ઈબ્રાહિમ સાથે
સૈફ-અમૃતા લગ્નનાં 13 વર્ષ બાદ અલગ થઈ ગયા હતા
રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને અમૃતાએ 27 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સૈફ 21 વર્ષનો હતો અને અમૃતા 33 વર્ષની હતી. તેમની વચ્ચે ઉંમરમાં 12 વર્ષનો તફાવત હતો અને લગ્નના 13 વર્ષ બાદ બંને 2004માં અલગ થઈ ગયા હતા. અમૃતા અને સૈફ બે બાળકો (સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન)ના માતા-પિતા છે.
બાદમાં સૈફે કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો તૈમૂર અને જેહ છે. જ્યારે અમૃતાએ બીજા લગ્ન કર્યા નથી.