2 મિનિટ પેહલા
- કૉપી લિંક
1999માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરફરોશ’ને આમિર ખાનના કરિયરની સુપરહિટ ફિલ્મો પૈકી એક ગણવામાં આવે છે. 30 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મને હાલમાં 25 વર્ષ પૂરા કર્યા છે.
આ ખાસ તકે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના ડિરેક્ટર જોન મેથ્યુ માથને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. એ પણ જણાવ્યું કે તે અને આમિર આ ફિલ્મના બીજા પાર્ટમાં કામ કરવા માગે છે.
‘સરફરોશ’ ફિલ્મમાં આમિર ઉપરાંત નસીરુદ્દીન શાહ પણ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં
મને લાગ્યું કે આમિર સૌથી પ્રામાણિક વ્યક્તિ છેઃ જોન
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ જોને જણાવ્યું હતું કે તેમણે 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ’ જોયા બાદ આમિરને આ ફિલ્મ માટે ફાઈનલ કર્યો હતો.
જોને કહ્યું- મેં ટીવી પર ફિલ્મ ‘દિલ’નો એક સીન જોયો હતો. તેમને જોઈને મને સમજાયું કે આમિર ખૂબ જ ઈમાનદાર અને સત્યવાદી વ્યક્તિ છે. જોકે તે સમયે તે કોઈ મોટો સ્ટાર નહોતો.
આ પછી રે મેં મુંબઈ આવીને ‘સરફરોશ’માં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આ ફિલ્મ માટે મારા મનમાં આમીર સૌથી યોગ્ય એક્ટર હતો.
ફિલ્મના સેટ પર આમિર સાથે ડિરેક્ટર જોન મેથ્યુ માથન
મેકર્સ શાહરૂખને કાસ્ટ કરવા માગતા હતા
જોને આ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે મેકર્સ આ ફિલ્મમાં આમિરને બદલે શાહરૂખને કાસ્ટ કરવા માગતા હતા. જોને કહ્યું- ‘હું મારા એક મિત્ર મનમોહન શેટ્ટીને મળ્યો અને તેમને કહ્યું કે મારે એક ફિલ્મ કરવી છે. ત્યાં સુધીમાં મનમોહને બે ફિલ્મો બનાવી હતી અને બંનેમાં શાહરુખ ખાન એક્ટર હતાં.
તેમણે મને ‘સરફરોશ’માં શાહરુખને કાસ્ટ કરવાનું સૂચન કર્યું જેથી હું સારા પૈસા કમાઈ શકું પરંતુ મેં તેમને એમ કહીને ના પાડી દીધી કે શાહરૂખ આ રોલ માટે યોગ્ય નથી. આ પછી હું આમિરને મળ્યો. તેમણે સ્ક્રિપ્ટ વાંચી અને તરત જ ફિલ્મ માટે હા પાડી.
આ ફિલ્મમાં આમિર સાથે એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કાસ્ટ કરવામાં આવી હતી
‘અમને યોગ્ય સ્ક્રિપ્ટ મળતાં જ અમે ભાગ 2 પર કામ કરીશું’
‘સરફરોશ-2’ પર વાત કરતી વખતે જોનને કહ્યું- ‘હું આમિરને ગત અઠવાડિયે જ મળ્યો હતો. અમે ફિલ્મના 25 વર્ષ પૂરા થવા પર સ્ટાર કાસ્ટ અને ક્રૂ સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવા માગતા હતા. તે ‘સરફરોશ-2’માં કામ કરવા માગે છે.
હું પણ બનાવવાનું વિચારી રહ્યો છું પરંતુ અમને હજુ સુધી પરફેક્ટ સ્ક્રિપ્ટ મળી નથી. જેમ અમને યોગ્ય સ્ક્રિપ્ટ મળશે અમે ચોક્કસપણે બનાવીશું અને આમિર ચોક્કસપણે તેનો ભાગ બનશે.
આ દિવસોમાં આમિર તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીં પર’માં વ્યસ્ત છે. તેના સિવાય જેનેલિયા ડિસોઝા પણ આમાં જોવા મળશે
8 કરોડમાં બનેલી, 33 કરોડની કમાણી કરી
1999માં રિલીઝ થયેલી ‘સરફરોશ’ તે વર્ષની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. માત્ર 8 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 33 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
આ ફિલ્મમાં આમિર ઉપરાંત નસીરુદ્દીન શાહ, સોનાલી બેન્દ્રે, મુકેશ ઋષિ અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. જોન મેથ્યુ માથને પોતે આ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.