6 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ સિનેમાઘરોમાં 1 નવેમ્બરના રોજ રિલીઝ થશે. તે દરમિયાન, તેનું આઇકોનિક સોન્ગ ‘આમી જે તોમાર’ આખરે નિર્માતાઓ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ચાહકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેમાં વિદ્યા અને માધુરીએ સાથે ડાન્સ કર્યો છે. પ્રથમ ‘ભૂલ ભૂલૈયા’માં, વિદ્યાએ આમી જે તોમાર પર ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું હતું, જ્યારે ‘ભૂલ ભૂલૈયા 2’ માં, કાર્તિક આર્યન સોલો અને તબ્બુએ ડબલ રોલમાં ગીત પરફોર્મ કર્યું હતું. હવે વિદ્યાની સાથે માધુરીએ પણ આ આઇકોનિક ગીતમાં પરફોર્મ કર્યું છે.
ગીતમાં જોવા મળી બે મંજુલિકાની જુગલબંધી ‘ભૂલ ભુલૈયા’ની પહેલી ફિલ્મમાં વિદ્યા બાલન આ આઇકોનિક ગીતમાં ડાન્સ કરતી જોવા મળી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ‘ભૂલ ભુલૈયા 2’ માં કાર્તિક આર્યન એ આ ગીત પર ડાન્સ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા અને દર્શકોને પણ અરિજીતના અવાજમાં આ ગીત ખૂબ પસંદ આવ્યું હતું. તેમજ તબ્બુએ પણ આ ગીત પર ડબલ રોલમાં ડાન્સ કર્યો હતો. હવે ‘ભૂલ ભૂલૈયા 3’ માં આ ગીત પર બે મંજુલિકા જોવા મળી હતી. આ ફિલ્મમાં માધુરીને બીજી મંજુલિકા તરીકે બતાવવામાં આવી છે. આ ગીતમાં વિદ્યા અને માધુરીની જુગલબંધી પણ જોવા મળી હતી. શ્રેયા ઘોષાલના અવાજમાં આ ગીત દર્શકોને પસંદ આવ્યું છે, જ્યારે વિદ્યા અને માધુરીનો અભિનય પણ અદભૂત છે.
ચાહકોએ કહ્યું- વિદ્યાની સામે માધુરી ફીકી લાગે છે લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ચાહકે કહ્યું – બધું બાજુ પર મૂકીને, હું વિદ્યાને જોઈને ખુશ છું, તેણે પોતાનું વજન આશ્ચર્યજનક રીતે ઘટાડ્યું છે, તે એક યુવાન વિદ્યા જેવી દેખાઈ રહી છે. જ્યારે કેટલાકે કહ્યું છે – તેઓ AI જેવા કેમ દેખાય છે, તેના ચહેરાને શું થયું છે? ઘણા લોકોએ કહ્યું છે કે માધુરી વિદ્યાની સામે નિસ્તેજ લાગે છે.
ભૂલ ભુલૈયા 3 દિવાળીના તહેવાર પર એટલે કે 1લી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે અને કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય વિજય રાજ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા જેવા કલાકારો સહાયક ભૂમિકામાં છે.