2 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની દીકરીના રોલમાં જોવા મળેલી અભિનેત્રી સુહાની ભટનાગરનું શુક્રવારે માત્ર 19 વર્ષની વયે અવસાન થયું હતું. એક્ટ્રેસ છેલ્લા 2 મહિનાથી પથારીવશ હતી. સુહાની ડર્માટોમાયોસાઇટિસ (એક દુર્લભ રોગ જે સ્નાયુઓમાં બળતરા પેદા કરે છે) થી પીડિત હતી. તેમને મંગળવારે દિલ્હીની AIIMSમાં દાખલ આવી હતી, જ્યા તેમણે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા.
સુહાનીના મૃત્યુ બાદ તેના માતા-પિતાએ મીડિયા સાથે વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસની માતાએ જણાવ્યું કે તેમણે આમિર ખાનને તેમની દીકરીની હાલત વિશે કેમ જણાવ્યું નહીં.

સુહાનીના માતા-પિતાએ તેમની પુત્રીના મૃત્યુ બાદ મીડિયા સાથે વાત કરી હતી
આમિરે અમને તેની પુત્રીના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું હતુંઃ પૂજા ભટનાગર
એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન કરતા સુહાનીની માતા પૂજા ભટનાગરે કહ્યું, ‘આમિર સર હંમેશા અમારા સંપર્કમાં હતા. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ છે. જોકે, અમે સુહાનીની આ સ્થિતિ ક્યારેય કોઈની સાથે શેર કરી નથી. સાચું કહું તો અમે કોઈને કહ્યું નથી. અમે પોતે પણ આનાથી ખૂબ ચિંતિત હતા. જો અમે તેમને મેસેજ કર્યો હોત તો તે તરત જ અમારી મદદ કરવા આવી ગયો હોત.
પૂજાએ વધુમાં કહ્યું હતું, ‘આમિરે અમને તેમની પુત્રી આયરાના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું હતું. હકીકતમાં તેમણે અમને લગ્નમાં હાજરી આપવા માટે પણ બોલાવ્યા હતા.

ફિલ્મ ‘દંગલ’ના પ્રમોશન દરમિયાન ઝાયરા વસીમ અને સુહાની ભટનાગર (જમણેથી પ્રથમ) આમિર સાથે

સુહાનીએ આ છેલ્લો ફોટો 3 વર્ષ પહેલાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો

સુહાનીએ આ ફોટો 2021માં સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તસવીરમાં તેમનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

સુહાની 2021થી બ્રેક પર હતી. આ પછી તેણે સોશિયલ મીડિયા પર પણ કોઈ પોસ્ટ શેર કરી નથી
સુહાની અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ફિલ્મોમાં કામ કરવા માગતી હતી
આ પહેલાં મીડિયા સાથે વાત કરતા સુહાનીના માતા-પિતાએ કહ્યું હતું કે તે અભ્યાસમાં ઘણી સારી છે. સુહાનીના પિતાએ જણાવ્યું કે તે કોલેજમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી હતી. સેમેસ્ટરમાં પણ ટોપ કર્યું હતું. તે ખૂબ જ હોશિયાર હતી અને અભ્યાસ પૂરો કર્યા બાદ તે ફરીથી એક્ટિંગ ફિલ્ડમાં કરિયર બનાવવા માગતી હતી.
સુહાનીનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ પ્રતોષ છે જે 14 વર્ષનો છે. શૈક્ષણિક મોરચે સુહાની માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનો કોર્સ કરી રહી હતી.

દંગલમાં સુહાની (જમણે) એ આમિર ખાનના પાત્ર મહાવીર ફોગાટની નાની પુત્રી બબીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. તસવીરમાં તેની સાથે સહ અભિનેત્રી ઝાયરા વસીમ જોવા મળી રહી છે