- Gujarati News
- Entertainment
- The Procession Will Arrive At Geo World Center At 3 Pm; Varmala Will Take Place At 8:00 P.m., Seven Rounds At 9:30 P.m
4 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનસ સાથે મુંબઈ પહોંચી છે. ગુરુવારે બપોરે પ્રિયંકા અને નિક મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ લગ્નમાં બંગાળના સીએમ મમતા બેનર્જી પણ હાજરી આપશે. તે ગુરુવારે બપોરે ખાનગી એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.
દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ આવતીકાલે બપોરે 3 વાગ્યે જીયો વર્લ્ડ સેન્ટર ખાતે જાનૈયા એકત્ર થશે. સૌ પ્રથમ સાફો બાંધવાની વિધિ કરવામાં આવશે. રાત્રે 8 કલાકે વરમાળા વિધિ થશે. લગ્નવિધિ, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ રાત્રે 9.30 કલાકે શરૂ થશે.
પ્રિયંકા-નિક જોનસ એરપોર્ટ પર કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા.
ગુરૂવારે બપોરે મમતા બેનર્જી ખાનગી એરપોર્ટ કલિનામાં જોવા મળ્યા.
આજે સાંજે વિશેષ પૂજા માટે ઘણા પંડિત એન્ટિલિયા પહોંચી ગયા છે. આ ઉપરાંત આજે આકાશ અંબાણીની પત્ની શ્લોકાનો પણ જન્મદિવસ છે જેના માટે ખાસ સ્ટેન્ડી લગાવવામાં આવ્યું છે.
ત્રણ દિવસ ચાલનારા આ લગ્નના તમામ ફંક્શન મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. આ લગ્નમાં દેશ-વિદેશના અનેક VVIP મહેમાનો હાજરી આપશે. સૂત્રોનું માનીએ તો દેશના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
કુલ ત્રણ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે
PM મોદી સહિત દેશના ટોચના રાજનેતાઓ 13 જુલાઈના રોજ શુભ સમારોહમાં હાજરી આપી શકે છે. આ ઉપરાંત બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તીઓ પણ આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા પરિવારો જેમ કે બચ્ચન, કપૂર અને ખાન પણ ભાગ લેશે. આ સમારોહમાં માત્ર VVIP મહેમાનો જ પહોંચશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ 14મી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે. આ સિવાય રિલાયન્સ અને જિયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે.
સામાન્ય લોકોને 15 જુલાઇના રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. એક રીતે આ ફંક્શન સામાન્ય જનતા માટે આયોજિત કરવામાં આવ્યું છે.