3 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર ગોવિંદાની પત્ની સુનીતાએ ખુલાસો કર્યો છે કે પ્રોડ્યૂસર ગોવિંદાનું શોષણ કરતા હતા. કામ કરાવીને કોઈ ફી ચૂકવતા ન હતા. પરંતુ ગોવિંદાએ તો પણ તે લોકોને કશું કહ્યું નથી. જો કે સુનીતા તેના વિરુદ્ધ વાત કરીને ગોવિંદાને પોતાના હકના પૈસા અપાવતી હતી.
સુનીતાએ હોટરફ્લાયને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું – હું ગોવિંદાનું કામ જોતી હતી. મેનેજર હોવાના કારણે મેં જોયું છે કે લોકો તેને કામના પૈસા આપતા નહતા અને ગોવિંદા કહેતો હતો – જવા દો, તેનો શો સારો ન ચાલ્યો હોય. આના પર હું કહેતી – આવું કેમ? તમે ડાન્સ કર્યો! તમે સખત મહેનત કરી! તે તમને મૂર્ખ બનાવી રહ્યો છે, મને ખબર પડી રહી છે.
‘પ્રોડ્યૂસર ગોવિંદાની ભલાઈનો ફાયદો ઉઠાવતા હતા’ સુનીતાએ જણાવ્યું કે ગોવિંદા ખૂબ જ ભાવુક છે. તેઓ સરળતાથી બીજા પર વિશ્વાસ કરતો હતો. પ્રોડ્યૂસર તેની ભલાઈનો ફાયદો ઉઠાવતા હતા. તેઓ સમયસર પેમેન્ટ ન કરવા માટે બહાનું કાઢતા હતા. તે કહેતા હતા કે, ચીચી ભૈયા, ટિકિટો વેચાતી નથી. હું તમને 20-25 લાખ રૂપિયા પછી આપીશ. પણ સુનીતાને એ જરાય ગમતું નહીં.
સુનીતાએ કહ્યું કે જ્યારે તેણે ગોવિંદા સાથે ખોટું થતું જોયું તો તે ચૂપ ન રહી. તેણે પ્રોડ્યૂસરને આ વિશે પ્રશ્નનો પૂછ્યા. આ વલણને કારણે ઈન્ડસ્ટ્રીના લોકો મને પસંદ નહોતા કરતા. વધુમાં તેણે કહ્યું- જો તેઓએ મને ગાળો આપી હોત તો પણ કોઈ ફર્ક નહોતો પડતો. હું તેની સામે ઉભી હોત અને ગોવિંદાનો હક માટે લડત. હું ગોવિંદાને કહેતી કે તેનું કામ કરે અને ડાન્સ કરે અને બાકીનું મારા પર છોડી દે.