3 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અજય દેવગન તેની મોસ્ટ અવેડેટ ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રિલીઝ માટે તૈયાર છે. તે ફિલ્મની ટીમ સાથે તેના જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન, હવે અભિનેતાના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ‘સિંઘમ અગેન’ની રિલીઝ પહેલા અજય દેવગનની વધુ એક નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
આ દિવસે ‘નામ’ રિલીઝ થશે અજય દેવગનની નવી ફિલ્મનું નામ છે ‘નામ’. તેનું નિર્દેશન અનીસ બઝમી કરશે. અજય દેવગન અને અનીસ બઝમીની મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ ‘નામ’ 22 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. અજય સાથે અનીસની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા તે ‘હલચલ’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘દીવાંગી’માં કામ કરી ચૂક્યો છે.
ફિલ્મની વાર્તા ‘નામ’ના નિર્માતાઓએ ફિલ્મના પોસ્ટર સાથે સારા સમાચારની જાહેરાત કરી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. જોકે, ઘણી વખત મુલતવી રાખ્યા બાદ હવે આ ફિલ્મ 22 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, નામ એક મનોવૈજ્ઞાનિક થ્રિલર છે જેમાં માણસ તેની યાદશક્તિ ગુમાવે છે અને પોતાની ઓળખ શોધવા માટે પ્રવાસ પર નીકળે છે. ફિલ્મનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડ અને મુંબઈમાં કરવામાં આવ્યું છે.
મૂવી કાસ્ટ આ ફિલ્મમાં શરૂઆતમાં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ તેણે ના પાડી અને તેના સ્થાને સમીરા રેડ્ડીને લેવામાં આવી. ‘નામ’માં ભૂમિકા ચાવલા પણ છે. આગામી ફિલ્મ અનિલ રૂંગટા દ્વારા નિર્મિત છે. અભિનેતાની નવી ફિલ્મની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં અજય દેવગન પણ એક્શન કરતો જોવા મળશે.
અજય-અનીસની આગામી ફિલ્મો દરમિયાન, અનીસ બઝમી તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જેમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની ટક્કર અજય દેવગનની ‘સિંઘમ અગેન’ સાથે થશે.