2 કલાક પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અત્યારે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટાઈટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીતમાં અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ અને સોનાક્ષી સિંહા જોવા મળે છે. ગીતમાં અક્ષય અને ટાઈગરની અદભૂત જુગલબંધી બતાવવામાં આવી છે. આ ગીતમાં સાઉથના ગીતની અનુભૂતિ છે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થશે.
‘બડે મિયાં છોટે મિયાં’ના ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે
ફિલ્મનું ટીઝર સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનના વોઈસ ઓવરથી શરૂ થાય છે જેમાં તે કહે છે કે ‘કયામતનો દિવસ આવવાનો છે. એક આપત્તિ જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને બદલી નાખશે. એક આપત્તિ જે ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચેના યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરશે. હિંદુસ્તાનનો નાશ થશે. મને કોણ રોકશે..?’
આ પછી આર્મી ઓફિસર બનેલા અક્ષય અને ટાઈગરની એન્ટ્રી થાય છે. તે કહે છે, ‘અમે દિલથી સૈનિક છીએ, દિમાગથી શૈતાન છીએ… બચીને રહેજો, અમે હિન્દુસ્તાન છીએ…’ આ પછી અક્ષય અને ટાઇગર દેશના દુશ્મનો સામે લડીને ભારતને બચાવતા જોવા મળે છે. ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે દર્શકોને ફિલ્મમાં એક્શન અને દેશભક્તિનો ડબલ ડોઝ મળશે.
પૃથ્વીરાજ સુકુમારન વિલનના રોલમાં જોવા મળશે
અક્ષય અને ટાઈગર ઉપરાંત સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન ‘બડે મિયાં છોટે મિયાં’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેના સિવાય સોનાક્ષી સિંહા, અલાયા એફ, માનુષી છિલ્લર અને રોનિત રોય પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલ 2024માં ઈદ પર રિલીઝ થશે.
ઈદ પર પૃથ્વીરાજની બે ફિલ્મો ટકરાશે
ખાસ વાત એ છે કે, આ વર્ષે ઈદ પર માત્ર ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’ વચ્ચે જ નહીં પરંતુ સુપરસ્ટાર પૃથ્વીરાજની બે ફિલ્મો પણ એક સાથે રિલીઝ થશે તેમની વચ્ચે પણ ટક્કર થશે એક તરફ તે ‘બડે મિયાં છોટો મિયાં’માં વિલનનો રોલ કરી રહ્યો છે. આ જ દિવસે તેની ફિલ્મ ‘આડુ જીવિતમ’ પણ રિલીઝ થવાની છે, જેમાં તે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ 1998માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પરથી લેવામાં આવ્યું છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.