21 મિનિટ પેહલા
- કૉપી લિંક
નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જે દર્શાવે છે કે તેના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન અને VFX કામ હજુ બાકી છે.
સેટ પરથી વાયરલ થયેલી તસવીરો પર એક નજર
X હેન્ડલ પર રણબીર કપૂરના ફેન પેજ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં અભિનેતા હૂડી અને કેપ પહેરીને ફેન સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.
ફિલ્મના ભાગનું શૂટિંગ પૂરું થયા બાદ આખી ટીમ એકસાથે પોઝ આપતી જોવા મળી હતી.
પિંકવિલાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિતેશ તિવારી ફિલ્મ ‘રામાયણ’ને બે ભાગમાં રિલીઝ કરશે. તેમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની ભવ્યતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ એકસાથે બે ભાગ શૂટ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્માતાઓ બંને ભાગોને એક વર્ષમાં રિલીઝ કરવા માગે છે. એવી આશા છે કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
હાલમાં જ નિખિલ કામથ સાથેની વાતચીતમાં રણબીરે જણાવ્યું હતું કે તે આવનારી ફિલ્મ માટે દરરોજ 3-4 કલાક ટ્રેનિંગ કરી રહ્યો છે. જોકે તેણે આગામી ફિલ્મ વિશે વધુ માહિતી આપી નથી. પરંતુ તેણે નિશ્ચિતપણે કહ્યું કે આની તૈયારી માટે તેણે તેની વર્કઆઉટ રૂટીન સંપૂર્ણપણે બદલી નાખી છે.
‘રામાયણ’ ઉપરાંત રણવીર પાસે ‘એનિમલ પાર્ક’ અને ‘લવ એન્ડ વોર’ ફિલ્મો પણ છે