39 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈમાં આવેલા તાજેતરના વાવાઝોડાએ અભિનેતા કાર્તિક આર્યનના મામા અને મામીને છીનવી લીધા છે. કાર્તિક પણ તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. જો કે, તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું ટ્રેલર લોન્ચ શનિવારે તેના વતન ગ્વાલિયરમાં થવાનું છે. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને નિર્દેશક કબીર ખાને આ કાર્યક્રમને વધુ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.
કાર્તિક આર્યનના મામા અને મામી
પરંતુ પોતાના પ્રિયજનોને ગુમાવવા છતાં, અસ્વસ્થ કાર્તિક આર્યને આવું કરવાનો ઇનકાર કર્યો હતો. સ્ટેન્ડ લેતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘ફિલ્મ માત્ર એક કલાકારની મહેનતનું પરિણામ નથી હોતી, પરંતુ તેની પાછળ સેંકડો લોકોએ પોતાનો લોહી અને પરસેવો લગાવ્યો હોય છે. તેથી, જો ટ્રેલર લોન્ચનો કાર્યક્રમ આગળ સ્થગિત કરવામાં આવે તો તે સેંકડો લોકોની મહેનતને માન ન આપવા સમાન ગણાશે.’
‘તે પણ તેવા સમયમાં જ્યારે આખી ટીમે આ ફિલ્મ પર બે વર્ષથી મહેનત કરી છે. તેથી, જેમ મોટા ખેલાડીઓ, પ્રખ્યાત અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓએ તેમના કામના માર્ગ આડે પોતાનું અંગત નુકસાન આવવા દીધું નથી, તે જ પ્રકારનું કૌવત કાર્તિક પણ બતાવશે.’
કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દેશના પ્રથમ પેરાલિમ્પિક સ્વિમર મુરલીકાંત પેટકરના જીવન પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કાર્તિકના ટ્રાન્સફોર્મેશને બધાના હોશ ઉડાવી દીધા છે. આ ફિલ્મ 14 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.