- Gujarati News
- Entertainment
- The VFX Are Amazing, Child Actor Yagya Bhasin’s Work Is Fantastic; Length Could Have Been Reduced, Kids Will Love The Movie
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
યજ્ઞ ભસીન અને અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ‘છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની લંબાઈ 2 કલાક 25 મિનિટ છે. દૈનિક ભાસ્કરે ફિલ્મને 5માંથી 3.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે.
શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, છોટા ભીમ અને તેના મિત્રોને 1,000 વર્ષ પહેલાની દુનિયાના સોનાપુરની રહસ્યમય ભૂમિ પર ટાઈમ ટ્રાવેલ પર જવાનું છે. તેમનું મિશનછે દમયાન નામના શેતાનને અમરત્વ પ્રાપ્ત કરવાથી રોકવાનું છે, કેમ કે આ શેતાન માનવજાતના ભાવિને વિભાજિત કરવા માંગે છે, ફિલ્મની શરૂઆત સ્કંદી અને તક્ષિકાની દમયાનને ફરી જીવંત કરવા માટેના ગુપ્ત શોધથી શરૂ થાય છે. તેઓને ખબર પડે છે કે, તેમને ભૂતકાળના હિંમતવાન અને શુદ્ધ હૃદયની જરૂર છે, જે છોટા ભીમનો અદ્ભુત રીતે પરિચય કરાવે છે. તે બરફીલા પહાડોમાં વરુઓ સામે લડે છે.
ધોલકપુરમાં પાછા ફરતા ભીમના મિત્રો – કાલિયા, ધોલૂ ભોલૂ, છૂટકી, જગ્ગુ અને રાજુ તેમના સામાન્ય તોફાનમાં મશગૂર થઈ જાય છે. ભીમની વાપસી એક નવા રોમાંચની શરૂઆત કરે છે, કારણ કે રાજા ઇન્દ્ર વર્મા તેને સોનાપુરની શોધ કરવાનું કામ સોંપે છે, જે સોનાથી ભરેલું હોવાની અફવા છે. તેમની મુસાફરી ખતરનાક વળાંક લે છે જ્યારે તેઓ અજાણતા દમયાનને મુક્ત કરે છે, વિશ્વને ઝળુંબતાં જોખમમાં મૂકે છે. ગુરુ શંભુના માર્ગદર્શન હેઠળ, ભીમે હવે દમયાનનો સામનો કરવો પડશે અને તેની ખતરનાક યોજનાઓ બંધ કરવી પડશે.
ફિલ્મનો બીજો ભાગ એક્શનથી ભરપૂર છે અને ટાઇમ ટ્રાવેલના રોમાંચથી ભરેલો છે, કારણ કે, ભીમ અને તેના મિત્રો માનવતાને બચાવવા સમય સામે દોડે છે.
સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
ફિલ્મના તમામ પાત્રોએ પોતાના અભિનયમાં જીવ રેડ્યો છે. યજ્ઞ ભસીન છોટા ભીમ તરીકે તમારું દિલ જીતી લેશે. તે બાળકે અદ્દભુત પ્રદર્શન કર્યું છે. અનુપમ ખેરે ગુરુ શંભુના રોલમાં શાનદાર અભિનય દર્શાવ્યો છે. ફિલ્મમાં તેની હાજરી ફિલ્મને વધુ મજબૂત બનાવે છે. નવનીત કૌર, મેઘા ચિલાકા, મુકેશ છાબરા જેવા તમામ સહ કલાકારો સાથે મકરંદ દેશપાંડે વાર્તાને સુંદર રીતે આગળ ધપાવે છે.
ડિરેક્શન કેવું છે?
રાજીવ ચિલાકાએ તેમના દિગ્દર્શન દ્વારા ફિલ્મને એક અલગ સિનેમેટિક અનુભવ આપ્યો છે. ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે અને તેના જેટલા વખાણ કરી શકાય તેટલા ઓછા છે.
પરંતુ જ્યારે કલાકારોને અભિનય કરાવવાની વાત આવે છે ત્યારે રાજીવની પકડ થોડી ઢીલી પડી હોય તેવું લાગે છે. ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાઈ હોત.
ફિલ્મનું સંગીત કેવું છે?
ફિલ્મનું સંગીત ફિલ્મમાં ચાર્મ ઉમેરી રહ્યું છે. રાઘવ સાચરે છોટા ભીમ થીમ સોંગ અને ‘જાંબુરા…’ જેવાં ગીતો દ્વારા ફિલ્મના ચાહકોને શાનદાર ટ્રેક આપ્યા છે. ફિલ્મના VFX અદ્ભુત છે.
અંતિમ ચુકાદો, ફિલ્મ જોવી કે નહીં?
‘છોટા ભીમ ઔર ધ કર્સ ઑફ દમયાન’ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે. તમે તેને તમારા સમગ્ર પરિવાર સાથે જોઈ શકો છો. આ મૂવી બાળકોની રજાઓ માટે એક મહાન ભેટ છે.