12 કલાક પેહલા
- કૉપી લિંક
90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક સોનાલી બેન્દ્રેએ પોતાની કેન્સરની જર્ની વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે કેન્સરે તેને અને તેના પરિવારને હચમચાવી નાખ્યો હતો.
હું અચાનક ગાયબ થઈ ગઈ: સોનાલી
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સોનાલીએ કહ્યું, ‘તે ખૂબ જ ચોંકાવનારું હતું. તે સમયે મને આશ્ચર્ય થયું કે મને કેન્સર કેવી રીતે થઈ શકે. જ્યારે મને કેન્સરની ખબર પડી ત્યારે હું રિયાલિટી શો કરી રહી હતી. હું દર અઠવાડિયે શૂટિંગ કરતી હતી, અચાનક આ બધું થયું અને હું અચાનક ગાયબ થઈ ગઈ. જ્યારે તમે સાર્વજનિક વ્યક્તિ હોવ અને અચાનક ગાયબ થઈ જાઓ અને કોઈ તમારું સ્થાન લે, ત્યારે ઘણી વસ્તુઓ થાય છે.
કેન્સરની સારવાર બાદ સોનાલીનો લુક ઘણો બદલાઈ ગયો હતો.
‘શરૂઆતમાં મને લાગ્યું કે કંઈક ખોટું છે’
જ્યારે સોનાલીને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તેને કેવી રીતે ખબર પડી કે તેને કેન્સર છે તો તેણે કહ્યું, ‘મને લાગ્યું કે મારી સાથે કંઈક ખોટું છે. પછી હું ડૉક્ટર પાસે ગઈ અને ખબર પડી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ગાંઠ બહુ મોટી નહીં હોય પરંતુ જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે મામલો ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. કેન્સર વિશે સાંભળીને મારા પતિ ગોલ્ડી બહેલનો ચહેરો સફેદ થઈ ગયો. મેં પરિવારના દરેક સભ્યના ચહેરા પરથી રંગ ઊતરતો જોયો. ગોલ્ડીએ બે દિવસમાં નિર્ણય લીધો અને અમે સારવાર માટે દેશની બહાર ગયા. મેં ગોલ્ડીને કહ્યું કે ઉતાવળ ન કરો પણ તેણે મને માત્ર સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ટકી રહેવાનું કહ્યું.
પુત્ર રણવીર અને પતિ ગોલ્ડી બહેલ સાથે સોનાલી.
બચવાનો માત્ર 30% ચાન્સ હતો
સોનાલીએ ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે કેન્સર સામે લડતી વખતે ડોક્ટરે તેને કહ્યું હતું કે તેની બચવાનો માત્ર 30% ચાન્સ છે. સોનાલીએ કહ્યું, ‘જ્યારે ડોક્ટરે મને આ કહ્યું ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે આ કેવી રીતે કહી શકો. આજે મને લાગે છે કે તે ફક્ત તેમનું કામ કરી રહ્યા હતા અને મને સત્ય કહી રહ્યા હતા જે હું માનવા માંગતી નહોતી.
સોનાલીને 2018માં કેન્સર હોવાનું નિદાન થયું હતું
સોનાલીને જુલાઈ 2018માં કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તે સારવાર માટે ન્યૂયોર્ક ગઈ હતી. તે લગભગ 6 મહિના સુધી ત્યાં રહી. સોનાલી સારવાર બાદ કેન્સર મુક્ત થઈ. સોનાલીએ પોતાના કરિયરની શરૂઆત 1994માં ફિલ્મ ‘નારાઝ’થી કરી હતી.