2 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ઘણા લોકોને પસંદ આવી હતી. જે બાદ આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થવાની હતી. જો કે હવે ભારતમાં ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મેકર્સ દ્વારા 2 ઓક્ટોબરે આ માહિતી આપી હતી. ફવાદ ખાન અને માહિરા ખાન સ્ટારર આ પાકિસ્તાની ફિલ્મ ભારતમાં મોટા પડદા પર, તે પણ ગાંધી જયંતિના અવસરે 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.
ફવાદ અને માહિરા બંનેએ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક રાજકીય સંગઠનો અને લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. મહારાષ્ટ્રમાં, થિયેટર માલિકોને પણ ધમકી આપવામાં આવી હતી. હવે કેસ કોર્ટમાં જતાની સાથે જ તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે.
રાજ ઠાકરેએ ટ્વિટ કરીને આ ફિલ્મને મુંબઈમાં રિલીઝ ન કરવાની ચેતવણી આપી હતી.
ભારતમાં રિલીઝ નહીં થાય ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ આ પાકિસ્તાની ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર નદીમ માંડવીવાલાએ ખુલાસો કર્યો હતો કે, ભારતીય કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મની રિલીઝ પર હાલ માટે રોક લગાવવામાં આવી છે. માંડવીવાલાએ કહ્યું, ‘દુર્ભાગ્યે, કાયદા કાર્યવાહીને કારણે ફિલ્મની રિલીઝમાં ફરી એકવાર વિલંબ થયો છે અને જ્યાં સુધી કોર્ટ તેનો ચુકાદો ન આપે ત્યાં સુધી કંઈ કરી શકાય નહીં.’
પાકિસ્તાની ડિસ્ટ્રિબ્યૂટર નદીમ માંડવીવાલ
ફિલ્મ શેના પર આધારિત છે? 1979ની ક્લાસિક ફિલ્મની રિમેક ‘ધ લિજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ ઓક્ટોબર 2022માં પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મૌલા જટ્ટ અને તેના દુશ્મન નૂરી નટની સ્ટોરી પર આધારિત છે.