12 મિનિટ પેહલા
- કૉપી લિંક
કપૂર પરિવાર બોલિવૂડમાં ધૂમ મચાવી રહ્યો છે. રાજ કપૂર હોય કે અનિલ કપૂર. બંને પરિવારમાંથી ઘણા સુપરસ્ટાર થયા છે. અનિલ કપૂરે પણ બોલિવૂડમાં સખત મહેનત કરી અને પોતાના દમ પર ખાસ સફળતા મેળવી. અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરે પણ હીરો બનવા માટે ઘણી કોશિશ કરી અને હિટ ફિલ્મો પણ આપી. તેમ છતાં પણ સંજય કપૂર સ્ટારડમની રેસમાં તેના ભાઈ અનિલ કપૂર કરતાં પાછળ રહી ગયો. સંજય કપૂર આજે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ સહિત ચાહકોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
46 થી વધુ ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું 17 ઓક્ટોબર, 1963ના રોજ મુંબઈમાં જન્મેલા સંજય કપૂરે બોલિવૂડમાં હીરો બનવાનું સપનું જોયું હતું. આ પછી સંજય કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે 1995માં ફિલ્મ ‘પ્રેમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘દત્તા’, ‘રાજા’, ‘બેકાબૂ’, ‘ઔઝાર’, ‘ઝમીર’, ‘મેરે સપનો કી રાની’ અને ‘મોહબ્બત’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. 90ના દાયકામાં સંજય કપૂરને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સંજયે લીડ હીરો તરીકે ઘણી ફિલ્મો આપી.
2000 બાદ સંજય કપૂરનો જાદુ ઓસરી ગયો પરંતુ 2000ના દાયકામાં જ સંજય કપૂરની કિસ્મતના સિતારા બદલાયા અને તેમની ફિલ્મો ઓછી લોકપ્રિય બની. ધીરે ધીરે સંજય કપૂરનો હીરો તરીકેનો જાદુ ઓસરવા લાગ્યો. જોકે સંજય કપૂરે અત્યાર સુધી 46 થી વધુ ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે. સંજય કપૂર હવે અવારનવાર કેરેક્ટર રોલમાં જોવા મળે છે. આ વર્ષે નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી સિરીઝ ‘મર્ડર મુબારક’માં સંજય કપૂર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
સંજય કપૂર દીકરી શનાયા સાથે
દીકરી પણ હિરોઈન બનવા માગે છે નોંધનીય છે કે, સંજય કપૂર સ્ટારડમની રેસમાં પોતાના ભાઈ અનિલ કપૂર કરતાં પણ પાછળ રહી ગયો છે. પરંતુ હજુ પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે. અભિનયની સાથે સંજય કપૂર ફિલ્મ નિર્માણમાં પણ સક્રિય છે. સંજય કપૂરની પત્ની મહિપ કપૂર બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓની સારી મિત્ર છે. તાજેતરના શો બોલિવૂડ વાઈવ્ઝમાં પણ તેની ખૂબ ચર્ચા થઈ હતી. હવે સંજય કપૂર બાદ તેની દીકરી પણ ફિલ્મોમાં હિરોઈન બનવાનું સપનું જુએ છે. સંજય કપૂરની દીકરીનું નામ શનાયા કપૂર છે. શનાયા કપૂર તેના ડેબ્યુ પહેલા જ સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર શનાયાને 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે.