2 કલાક પેહલા
- કૉપી લિંક
200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં કેટલાક નવા ખુલાસા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુકેશે જેલમાં હતો ત્યારે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝને વ્હોટ્સએપ પર વિદેશી નંબર પરથી ઘણા મેસેજ મોકલ્યા હતા, જેની ચેટ્સ હવે સામે આવી છે. મોકલવામાં આવેલા મેસેજ મુજબ, સુકેશ ઇચ્છતો હતો જેક્લિન કોર્ટમાં હાજરી દરમિયાન બ્લેક ડ્રેસ પહેરે. પરંતુ જેક્લિન સુકેશની વાત સાંભળતી નથી. જેના કારણે સુકેશ ઉદાસ થઈ જાય છે. તેમણે 30 જૂન 2023ના રોજ અભિનેત્રીને આ મેસેજ મોકલ્યો હતો.
જેકલીન પર કાળા નાણાંને સફેદ કરવામાં સુકેશની મદદ કરવાનો આરોપ છે
સુકેશ અભિનેત્રીને પહેલાં દિલ્હીની તિહાર અને પછી મંડોલી જેલમાંથી મેસેજ કરતો હતો. અભિનેત્રીનો મેસેજ ન આવતાં સુકેશે તેમને ઓડિયો મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું. તેના દ્વારા મોકલવામાં આવેલા કેટલાક મેસેજ સામે આવ્યા છે. જેક્લિન ફર્નાન્ડિઝે જૂન 2023માં પોતાના નામમાં એક વધારાનો ‘E’ ઉમેર્યો હતો. આ પછી અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.
સુકેશે માત્ર જેક્લિનનને જ નહીં પરંતુ તેમના પરિવારને પણ ઘણી મોંઘી ભેટ આપી હતી
બેબી બ્લેક ડ્રેસ પહેરીને આવજે – સુકેશ ચંદ્રશેખર
સુકેશે જેક્લિનને કહ્યું હતું કે બેબી, આવતા મહિનાની 6 તારીખે અમારી કોર્ટની તારીખ છે. જો તમે VC દ્વારા ત્યાં હાજર થશો તો મહેરબાની કરીને કાળો ડ્રેસ પહેરીને આવજો. જો તમે કાળા ડ્રેસમાં આવો તો મને ખબર પડશે કે તમે મારા બધા મેસેજ જોયા છે. હું તમને ખુબ જ પ્રેમ કરું છું. જ્યારે જેક્લિન બ્લેક ડ્રેસમાં ન આવી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જતો હતો.
બેબી તું જરા પણ ચિંતા ન કરજે ; સુકેશ ચંદ્રશેખર
સુકેશે વધુમાં કહ્યું, હું જાણું છું કે તમારા નામમાં વધારાનો ‘E’ ઉમેરવાને કારણે જે ટ્રોલ થઈ રહી છે. તમે આ કારણે પરેશાન છો. સુકેશે લખ્યું- આ બધાની ચિંતા કરશો નહીં… આ બધા નકલી લોકો છે. તું મારી રાજકુમારી છે, મારી રોક સ્ટાર છે… એક દિવસ તું સુપરસ્ટાર બનીશ.
અનેક મેસેજ કરવા છતાં જેક્લિન તરફથી કોઈ મેસેજ આવ્યો નહોતો. હવે સુકેશે વેબેક્સ ચેટ રૂમમાં અભિનેત્રીને મેસેજ મોકલવાનું શરૂ કર્યું. સુકેશના મેસેજથી પરેશાન જેક્લિને દિલ્હી પોલીસ EOWમાં ફરિયાદ કરી હતી. એટલું જ નહીં અભિનેત્રીએ કોર્ટમાં અરજી કરીને સુકેશના કારનામાનો ખુલાસો પણ કર્યો હતો. જેક્લિને કહ્યું કે સુકેશ તેમને ધમકી આપી રહ્યો છે. એમ કહીને તેમણે પ્રશાસન પાસે મદદ માગી હતી.
સુકેશ અને તેની હોશિયાર પર્શિયન બિલાડી સાથે જેક્લિન
આ 200 કરોડની વસૂલાતનો મામલો છે
આ કેસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ વિંગ (EOW) માં સુકેશ અને અન્યો વિરુદ્ધ કથિત અપરાધિક કાવતરું, છેતરપિંડી અને આશરે રૂ. 200 કરોડની ખંડણી માટે નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે. EDએ દરોડા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘સુકેશ ચંદ્રશેખર આ છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ છે. તે 17 વર્ષની ઉંમરથી જ ગુનાની દુનિયાનો એક ભાગ છે. EDએ 24 ઓગસ્ટે ચેન્નાઈમાં સુકેશનો સી-ફેસિંગ બંગલો જપ્ત કર્યો હતો. તેના બંગલામાંથી 82.5 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું અને એક ડઝનથી વધુ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જેક્લીનનું નિવેદન પણ નોંધ્યું છે.’
જેક્લિન પર શું છે આરોપ?
ED અનુસાર, જેક્લિન સાથે મિત્રતા થયા બાદ સુકેશે તેની પાછળ 7 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા હતા. સુકેશે જેક્લિનને આ વસ્તુઓ ભેટમાં આપી હતી.
- મોંઘી જ્વેલરી- ચાર પર્શિયન બિલાડીઓ
- 57 લાખની કિંમતનો ઘોડો
- બહેરીનમાં રહેતા જેક્લિનના માતા-પિતાને 1.89 કરોડ રૂપિયાની બે કાર (પોર્શે અને માસેરાતી) મળી છે.
- જેક્લિનના ભાઈને SUV
- જેક્લિનની બહેનને 1.25 કરોડની BMW કાર મળી છે
જો કે, જેક્લિન કહે છે કે તે સુકેશ વિશે જાણતી ન હતી કે તે કોણ છે અને શું કરે છે. તેણે પોતાને એક મોટો બિઝનેસમેન ગણાવ્યો હતો.જેક્લિનના વકીલ પ્રશાંત પાટીલનું કહેવું છે કે જેક્લિન પોતે આ કેસમાં પીડિત છે.