2 મિનિટ પેહલા
- કૉપી લિંક
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને ગિફ્ટ મોકલી છે. ક્રિસમસના અવસર પર સુકેશે જેકલીનના નામે એક ફ્રેન્ચ વાઇનયાર્ડ ખરીદ્યો છે. આ સાથે તેણે એક પત્ર લખીને કહ્યું કે બહાર ન આવું ત્યાં સુધી વેઈટ કરજે.
સુકેશે જેકલીનને વાઇનયાર્ડ ગિફ્ટ કર્યું લેટરની તારીખ 25 ડિસેમ્બર છે. તેણે લખ્યું- ‘બેબી ગર્લ, મેરી ક્રિસમસની શુભેચ્છા. વર્ષનો વધુ એક સુંદર દિવસ અને આપણો સૌથી ફેવરિટ ફેસ્ટીવલ, પણ એકબીજા વિના. આગળ તેણે લખ્યું- તારાથી દૂર હોવા છતાં, હું તારા માટે સાન્તાક્લોઝ બનવા પોતાને રોકી ન શક્યો. આ વર્ષે મારી પાસે તારા માટે ખૂબ જ ખાસ ભેટ છે, માય લવ. આજે, હું તને માત્ર વાઇનની એક બોટલ જ નહીં પરંતુ ફ્રાન્સમાં આખી વાઇનયાર્ડ ગિફ્ટ કરી રહ્યો છું. હું તારો હાથ પકડીને આ બગીચામાં ચાલવા માટે તલપાપડ છું. દુનિયા કદાચ વિચારે કે હું પાગલ છું, પણ હું ખરેખર તારા પ્રેમમાં પાગલ છું. હું બહાર આવું ત્યાં સુધી રાહ જોજે, પછી આખી દુનિયા આપણે એકસાથે ફરશું.
સુકેશે જેકલીન માટે અનેક વખત જેલમાંથી ભેટ મોકલી છે ઠગ સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. મની લોન્ડરિંગ કેસમાં તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે જેકલીન એક સમયે સુકેશ સાથે રિલેશનશિપમાં રહી હતી, જેના કારણે એક્ટ્રેસ પણ તપાસના દાયરામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે સુકેશ, જે પોતાને બિઝનેસમેન કહે છે, તેના જેકલીન સાથે સંબંધો હતા. તે સમયે તેણે તેમને ઘણી મોંઘી અને કિંમતી ભેટ પણ આપી હતી. બીજી તરફ, જેક્લિને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેને ખબર નહોતી કે સુકેશ એક ઠગ વ્યકતિ છે.
છેલ્લા ઘણા મહિનાઓથી સુકેશ ચંદ્રશેખર જેકલીનને ખાસ પ્રસંગોએ જેકલીનને પ્રેમ પત્રો લખી રહ્યા છે. જેકલીનના વકીલે પણ આ પત્રો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. કારણ કે તેનાથી તેમની ઈમેજ પર ખરાબ અસર પડી રહી છે.
આ ફિલ્મોમાં જેકલીન જોવા મળશે આગામી દિવસોમાં જેકલીન ફર્નાન્ડિસ 3 મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે, જેમાં ‘ફતેહ’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હાઉસફુલ 5’નો સમાવેશ થાય છે.