11 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર ટીનુ આનંદ, અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મો ‘કાલિયા’ અને ‘શહેનશાહ’ના નિર્દેશક પણ રહી ચૂક્યા છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટીનુએ ફિલ્મ કાલિયા સાથે જોડાયેલી એક ઘટના કહી હતી. ટીનુએ તેમના પિતા અને લેખક ઇન્દર રાજ આનંદ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો હતો, જેમાં તેમણે એક સીનનો ઉલ્લેખ કર્યો હતો જેના માટે થઈને અમિતાભને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
આ સીનમાં અમિતાભ ઉર્દુની કેટલીક લાઇન બરાબર બોલી શકતા ન હતા, જેના માટે ટીનુના પિતાએ તેમને સમગ્ર ક્રૂની સામે ઠપકો આપ્યો હતો.

1981માં રિલીઝ થયેલી ફિલ્મ કાલિયામાં અમિતાભ ઉપરાંત પરવીન બોબી, અમજદ ખાન, પ્રાણ અને આશા પારેખ પણ મહત્ત્વની ભૂમિકામાં હતા
‘પપ્પાએ પાર્ટી સીનમાં અમિતાભ માટે ઉર્દુ ડાયલોગ લખ્યા હતા’
ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટીનુએ કહ્યું, ‘મારા પિતાને ઉર્દુની સારી સમજ હતી. આ બાબતે કોઈ તેમની સાથે દલીલ કરી શક્યું નહીં. તેમણે ફિલ્મના એક પાર્ટી સીન માટે એક ડાયલોગ લખ્યો હતો, જેમાં કાલિયાની ભૂમિકા ભજવનાર અમિતાભે પ્રાણને જવાબ આપતાં કહેવાનું હતું – ‘ક્યા નજા કી તકલીફોં મેં મજા, જબ મૌત ના આયે જવાની મેં’. કયા લુત્ફ જનાજા ઉઠને કા, હર કામ પે જબ માતમ ના હુઆ.’

ફિલ્મના સેટ પર ટીનુ આનંદ સાથે અમિતાભ બચ્ચન
પપ્પાએ અમિતાભને કહ્યું- ‘તમે હરિવંશરાય બચ્ચનના પુત્ર છો’
ટીનુએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જોકે પિતા ક્યારેય સેટ પર આવતા ન હતા, પરંતુ જે દિવસે આ સીન શૂટ કરવાનો હતો તે દિવસે તેઓ આવી ગયા હતા. અમિતાભને આ ડાયલોગ બોલતા સાંભળ્યા ત્યારે તેમણે કહ્યું, ‘બેટા, આ ઉર્દૂ છે, તેમાં થોડું વજન લાવો. પિતાએ કહ્યું તેમ અમિતે બોલવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ બોલવા અસમર્થ હતા.’
અમિતાભે પિતાને કહ્યું – ‘અંકલ, આ મારાથી ન થઈ શકે, આ મારી ભાષા નથી. આ સાંભળીને પિતાએ અમિતાભને કહ્યું – ‘શરમ આવે છે. તમે હરિવંશરાય બચ્ચનના પુત્ર છો. તમે એમની છાયામાં મોટા થયા છો અને તમે કહો છો કે આ તમારી ભાષા નથી?’

પ્રખ્યાત કવિ અને લેખક પિતા હરિવંશરાય બચ્ચન સાથે અમિતાભ બચ્ચન
આ સાંભળીને અમિતાભ સેટની બહાર નીકળી ગયાઃ ટીનુ
ટીનુએ કહ્યું- ‘તે સમયે સેટ પર લગભગ 200 લોકો હશે પરંતુ તેમ છતાં પિન ડ્રોપ સાયલન્સ હતું. અમિતે કહ્યું- ‘અંકલ મને 10 મિનિટ આપો’ અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. તે જતાની સાથે જ મને લાગ્યું કે મેં મારો હીરો ગુમાવ્યો છે. મેં પપ્પાને પૂછ્યું, ‘તમે શું કર્યું?’ પાપાએ કહ્યું- ‘ચિંતા ન કરો, તે હરિવંશરાય બચ્ચનના પુત્ર છે, તે ભાગશે નહીં.’

‘કાલિયા’ ટીનુની દિગ્દર્શક તરીકે બીજી ફિલ્મ હતી. આ સિવાય તેમણે અમિતાભ સાથે ‘શહંશાહ’, ‘મેં આઝાદ હૂં’ અને ‘મેજર સાહેબ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું
‘આ પછી જ્યારે હું બહાર ગયો હતી તો મેં જોયું કે, અમિતાભ હોટલની બાલ્કનીમાં મારા આસિસ્ટન્ટ સાથે ઊભા હતા અને તેમની લાઈન્સનું રિહર્સલ કરી રહ્યા હતા. અમિતાભ સેટ પર પાછા આવ્યા અને અજાયબી કરી નાખી. તેનો અંતિમ શોટ જોઈને પાપાએ તાળી પાડી અને આવીને તેને ગળે લગાડ્યો.