21 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી ઝિલ મહેતા(સોનુ) માટે નવું વર્ષ ખૂબ જ ખાસ હતું. અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને અલગ રીતે પ્રપોઝ કર્યું હતું જે બાદ ઝીલે તેને હા પાડી હતી. આ દરમિયાન ઝિલ એકદમ ભાવુક દેખાઈ રહી હતી. કપલનો આ ક્યૂટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભવ્ય ગાંધી(જૂનો ટપ્પુ)એ અભિનંદન પાઠવ્યા
ઝીલે આ સમયગાળા દરમિયાન ગુલાબી રંગનો બોડી કોન ડ્રેસ પહેર્યો હતો. આદિત્યએ ગ્રે સૂટ પહેર્યો હતો. વિડિયો શેર કરતી વખતે ઝીલે લખ્યું કે, મને કોઈ મળી ગયું છે,ઝીલની આ પોસ્ટ માટે દરેક લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. બધા કોમેન્ટ કરી રહ્યા છે કે હવે તમારા લગ્નની રાહ જોઈ રહ્યા છે. શોમાં સૌપ્રથમ ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ પણ ઝિલને અભિનંદન પાઠવ્યા છે. જોકે, ઝિલ ઘણી વખત આદિત્ય સાથેની રોમેન્ટિક પળોને સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઝિલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. જો કે તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
ઝીલે વર્ષ 2012માં શો છોડી દીધો હતો. ઝિલ પછી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી સહિત અન્ય ઘણા પાત્રોએ પણ શો છોડી દીધો. આ શોના મેકર્સ પણ ઘણા સમયથી વિવાદોમાં છે. હાલમાં, અભિનેત્રી પલક સિંધવાણી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકામાં જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.