4 કલાક પેહલા
- કૉપી લિંક
રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિંઘમ અગેન’ દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર આજે મુંબઈના નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અજય દેવગન, કરીના કપૂર, રોહિત શેટ્ટી, રણવીર સિંહ સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી.

અજય દેવગન સિંઘમ અગેઈનના ટ્રેલર લોન્ચ પર પહોંચ્યો.

આ ઇવેન્ટમાં કરીના કપૂર ખાન ચમકદાર સાડી અને કોર્સેટ બ્લાઉઝમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.

ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.

રણવીર સિંહે ખાસ અંદાજમાં ઈવેન્ટમાં એન્ટ્રી કરી હતી.

બ્રાઉન જેકેટ અને ટ્રાઉઝરમાં આવીને અર્જુન કપૂર ફિલ્મમાં વિલન બન્યો હતો.

ફિલ્મમાં એસીપી સત્યાની ભૂમિકા ભજવનાર ટાઇગર શ્રોફ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળ્યો હતો.
રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર લગભગ 5 મિનિટનું છે. હિન્દી સિનેમાના ઈતિહાસનું આ સૌથી મોટું ટ્રેલર હશે. આ ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મની વાર્તા રામાયણથી પ્રેરિત છે.