15 કલાક પેહલા
- કૉપી લિંક
લાગી રહ્યું છે કે, રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નો વિવાદ ખતમ થઈ રહ્યો નથી. આ દરમિયાન અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ હાલમાં જ ફરી એકવાર એનિમલમાં ‘લિક માય શૂ’ સીન વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે ખૂબ વિચાર કર્યા પછી જ આ સીનને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યો છે. અભિનેત્રી કહે છે કે જો કોઈ મને અસલી જીવનમાં આવું કરવાનું કહે તો મને ખૂબ જ ખરાબ લાગશે. હું આ કોઈના માટે નહીં કરું. પણ કદાચ તેમને લાગ્યું કે ઝોયા માટે આવું કરવું યોગ્ય હતું.
વેલ, આ પહેલીવાર નથી કે જ્યારે તૃપ્તિએ ‘લિક માય શૂ’ના આ સીનને સમર્થન આપ્યું હોય. તેમને તેમના ઇન્ટરવ્યૂમાં ઘણી વખત આ સીન અને ફિલ્મનો બચાવ કર્યો છે.
તૃપ્તિ ડિમરી ‘લિક માય શૂ’ વિવાદ પર બોલી
પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન તૃપ્તિ ડિમરીએ જણાવ્યું કે મેકર્સે આ સીનને ફિલ્મમાં સામેલ કરવા પહેલાં ઘણી વખત ચર્ચા કરી હતી. તેમને દરેકને આ પાત્રને સમજવા કહ્યું હતું. અભિનેત્રીનું માનવું છે કે પહેલાં દરેક પાત્રને માનવ સ્વરૂપ આપવું જરૂરી છે. તમે દરેક પાત્રને એ રીતે જુઓ કે જાણે તેઓ કોઈ અસલી વ્યક્તિ હોય. કારણ કે તે પાત્ર તેમના જીવનના અનુભવ મુજબ જે કરવું જોઈએ તે કરી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણા બધાની અંદર એક ડાર્ક સાઈડ છે. ઘણી વખત આપણે ડાર્ક સાઈડ અનુસાર વસ્તુઓ પર પ્રતિક્રિયા કરીએ છીએ. આવું ત્યારે જ બને છે જ્યારે જીવનમાં કંઈક મોટું થયું હોય. તૃપ્તિ કહે છે કે આપણે આપણા પાત્રને નીભાવતા પહેલાં તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જવું પડશે. તે ફિલ્મનો માત્ર એક ભાગ છે. તેમણે દર્શકોને વિનંતી કરી છે કે તે તેને ફિલ્મનો એક ભાગ સમજીને જ જોવા.
આ પહેલાં પણ તૃપ્તિએ ઇન્ટરવ્યૂમાં આ સીનને સમર્થન આપ્યું
તૃપ્તીએ કહ્યું હતું કે મારા અભિનય કોચે મને શીખવ્યું છે કે અભિનેતાએ દરેક પ્રકારના રોલ માટે તૈયાર રહેવું જોઈએ. તેમને વાતને આગળ વધારતા એક્ટ્રેસએ ભૂમિકાની હેરફેર વિશે વાત કરી. તેમણે કહ્યું હતું – એક મહિલા જે તમારી પત્ની, બાળકો અને પિતાને મારવાની વાત કરી રહી છે. જો હું તેની જગ્યાએ હોત તો હું કદાચ તે છોકરીને મારી નાખત. જ્યારે રણબીર ત્યાંથી નીકળી જાય છે. જ્યારે તેમનો ભાઈ તેને પૂછે છે કે આ છોકરીનું શું કરવું? તેથી રણબીર કહે છે કે તેને જ્યાં જોઈએ ત્યાં જવા દો.
તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી
‘એનિમલ’માં કામ કર્યા બાદ તૃપ્તિની ફેન ફોલોઈંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ફિલ્મ રિલીઝ પહેલાં તેમના ઈન્સ્ટાગ્રામ પર 711 હજાર ફોલોઅર્સ હતા. જ્યારે ફિલ્મ રિલીઝ થયાના સાત દિવસ બાદ તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 2.7 મિલિયન થઈ ગઈ છે. માત્ર સાત દિવસમાં તેમના ફોલોઅર્સમાં 1989,000નો વધારો થયો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર તૃપ્તિને નેશનલ ક્રશ નામ આપવામાં આવી રહ્યું છે.