14 મિનિટ પેહલા
- કૉપી લિંક
Ajio Luxeના ચોથા એડિશનમાં બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓ જોવા મળી હતી. જેકલીન ફર્નાન્ડીઝ, તૃપ્તિ ડિમરી, શ્રદ્ધા કપૂર, સોનલ ચૌહાણ, માહિરા શર્મા, જિયા શંકર, જાસ્મીન ભસીન-અલી ગોની અને અર્જુન કપૂર સહિત ઘણા સેલેબ્સે અજિયો લક્સ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જેકલીન ફર્નાન્ડીઝ પિંક ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રી લાંબા સમય પછી એક ઇવેન્ટમાં જોવા મળી છે. તે લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતી.
‘એનિમલ’ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી પણ આ કાર્યક્રમનો ભાગ બની હતી. તેણે ઈવેન્ટમાં માસ્ક પહેરીને રેમ્પ વોક પણ કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તૃપ્તિ એનિમલ ફિલ્મમાં કામ કર્યા બાદ ચર્ચામાં રહી હતી.
‘એનિમલ’ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તેના રેમ્પ વોકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
તૃપ્તિએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પોસ્ટર બોય્ઝ’થી કરી હતી. આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી. 2018ની ફિલ્મ ‘લૈલા મજનુ’થી તેને ટીકાકારોની પ્રશંસા મળી હતી. આ પછી, તેણે 2020 માં ‘બુલબુલ’ અને 2022 માં ‘કાલા’ માં શાનદાર અભિનય કર્યો. ત્યારથી તે સતત સમાચારમાં રહી. જોકે તેને ઓળખ ફિલ્મ ‘એનિમલ’થી મળી હતી.
જેકલીન ફર્નાન્ડિસ લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતી. અભિનેત્રીએ ગુલાબી કો-ઓર્ડ સેટ પહેરીને ઇવેન્ટમાં હાજરી આપી હતી.
શ્રદ્ધા કપૂર ‘ચંદુ ચેમ્પિયન’ અને ‘સ્ત્રી 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ બ્લેક આઉટફિટ અને બૂટ પહેરીને ઈવેન્ટમાં હાજરી આપી હતી.
જિયા શંકર હાલમાં જ ‘બિગ બોસ ઓટીટી-2’માં જોવા મળી હતી. ત્યારથી તે લાઇમલાઇટમાં આવી હતી.
માહિરા શર્મા પંજાબી ગીતોથી ચર્ચામાં આવી હતી. આ પછી ‘બિગ બોસમાં’ આવ્યા બાદ અભિનેત્રીને ઓળખ મળી.
કરિશ્મા તન્ના એક ટીવી અભિનેત્રી અને મોડલ છે. આ સિવાય તે આ શોને હોસ્ટ પણ કરે છે.
‘જન્નત’ ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. સોનલ 2024માં ફિલ્મ ‘દર્દ’માં જોવા મળશે.
રિદ્ધિમાને ‘બહુ હમારી રજનીકાંત’ શોથી ઘણી પ્રસિદ્ધિ મળી હતી. આ શોમાં તેણે રોબોટની ભૂમિકા ભજવી હતી.
અભિનેતા અર્જુન કપૂરે Ajio Luxe ઇવેન્ટમાં હાજરી આપી હતી
ઓરી ઉર્ફે ઓરહાન
જાસ્મીન ભસીન અને અલી ગોની રિલેશનશિપમાં છે. આ કપલ ‘બિગ બોસ 14’માં જોવા મળ્યું હતું.
‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી અંજુમ ફકીહ એક ટીવી અભિનેત્રી છે.
રોશની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે.
સુઝૈન ખાન પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અને રિતિક રોશનની ભૂતપૂર્વ પત્ની છે.
Ajio Luxe શું છે?
Ajio Luxe પણ Ajio જેવી શોપિંગ સાઇટ છે. પરંતુ Ajio Luxe માં તમને ભારત અને વિદેશની તમામ મોટી બ્રાન્ડ્સ ઓરિજિનલ ક્વોલિટીમાં મળે છે. તે Ajio કરતાં ઘણી મોંઘી છે.