21 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ફિલ્મ ‘એનિમલ’માં એક નાનકડી પરંતુ ખૂબ જ શાનદાર રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં તેના રોલ,નું નામ ઝોયા છે જે રણબીરનારોલ વિજયની દુશ્મન છે પરંતુ તેના પ્રેમમાં પડે છે.
ફિલ્મમાં તૃપ્તિ અને રણબીર વચ્ચે ઘણા ઈન્ટિમેટ સીન્સ પણ છે. એક ઇન્ટરવ્યૂમાં તૃપ્તિએ જણાવ્યું કે આ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યા હતા અને આ સીન જોયા બાદ તેમના માતા-પિતાએ કેવી પ્રતિક્રિયા આપી હતી. તૃપ્તિએ કહ્યું કે તેમના માતા-પિતાને આ સીન સ્વીકારવામાં થોડો સમય લાગ્યો હતો.
માતા-પિતાએ કહ્યું- અમે ફિલ્મોમાં આવું ક્યારેય જોયું નથી
બોલિવૂડ હંગામા સાથે વાત કરતા તૃપ્તિએ કહ્યું, ‘મારા માતા-પિતા ફિલ્મમાં મારા પાત્ર અને ઇન્ટિમેટ સીન જોઈને ચોંકી ગયા હતા. તેમણે કહ્યું- ‘અમે ફિલ્મોમાં આવું ક્યારેય જોયું નથી અને તમે કર્યું છે.’ તેમને આ સીન સ્વીકારવામાં થોડો સમય લાગ્યો હતો
જો કે, તે મારી સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કરતાં હતાં. તેમણે કહ્યું, ‘તમારે આવું ન કરવું જોઈતું હતું પણ હવે ઠીક છે. માતાપિતા તરીકે અમે દેખીતી રીતે આ અનુભવીશું.
માતા-પિતા સાથે તૃપ્તિ ડિમરી. આ તસવીર તે સમયની છે જ્યારે તૃપ્તિની ડેબ્યૂ ફિલ્મ ‘લૈલા-મજનૂ’ રિલીઝ થઈ હતી
હું મારા કામ અને પાત્ર પ્રત્યે પ્રમાણિક છુંઃ તૃપ્તિ
તૃપ્તીએ વધુમાંકહ્યું- ‘બાદમાં મેં તેમને સમજાવ્યું કે હું કંઈ ખોટું નથી કરી રહી. આ મારું કામ છે અને જ્યાં સુધી હું સલામત અને આરામદાયક અનુભવું છું ત્યાં સુધી મને આવું કંઈક કરવામાં કોઈ સમસ્યા નથી.
હું એક એક્ટર છું અને હું મારા કામ અને પાત્ર પ્રત્યે 100 ટકા પ્રમાણિક છું.
એનિમલ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા (વચ્ચે) શૂટિંગ દરમિયાન રણબીર અને રશ્મિકા સાથે ચર્ચા કરી રહ્યાં છે
આ સીન માત્ર ચાર લોકોની હાજરીમાં શૂટ કરવામાં આવ્યો હતો
આ પહેલા ઈ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે આ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે કહ્યું- ‘નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ આ ઇન્ટિમેટ સીન શૂટિંગ માટે સેટ બંધ કરી દીધો હતો.
સંદીપ દર 5 મિનિટે પૂછતો- શું હું ઠીક છું?
આ દરમિયાન સેટ પર માત્ર હું, રણબીર, સિનેમેટોગ્રાફર અને સંદીપ હાજર હતા. શૂટિંગ દરમિયાન સંદીપ મને દર 5 મિનિટે પૂછતો હતો કે હું કમ્ફર્ટેબલ છું કે નહીં? શું મારે કંઈ જોઈએ છે? આ સમય દરમિયાન મને જરાય અસ્વસ્થતા અનુભવાઈ ન હતી કારણ કે નિર્માતાઓએ આનું ધ્યાન રાખ્યું હતું.
તૃપ્તિએ કેક કાપીને આ સિદ્ધિની ઉજવણી કરી હતી
ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ
દરમિયાન, રવિવારે તૃપ્તિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને 3 મિલિયન ફોલોઅર્સ મળ્યા હતા. અભિનેત્રીએ કેક કાપીને તેની ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ‘એનિમલ’ રિલીઝ થયા બાદ તૃપ્તિનું ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. માત્ર સાત દિવસમાં તેમના ફોલોઅર્સમાં લગભગ 20 લાખનો વધારો થયો છે.
આ ફિલ્મે વિશ્વભરમાં 660.89 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
દરમિયાન, તમામ પ્રકારની ટીકાઓનો સામનો કરવા છતાં, એનિમલે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 660.89 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
શનિવારેરિલીઝના 9માં દિવસે ફિલ્મે વિશ્વભરમાં 60.22 કરોડ રૂપિયાની કમાણી કરી, જે પોતાનામાં એક રેકોર્ડ છે. આ સાથે એનિમલ 9માં દિવસે વિશ્વભરમાં આટલું મોટું કલેક્શન કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.