3 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ગોલમાલ’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ક્યા કૂલ હૈ હમ’ જેવી ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા તુષાર કપૂરનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. અભિનેતાએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. અભિનેતાએ લખ્યું છે કે તેમની ટીમ એકાઉન્ટ રિકવરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
તુષારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું,- હેલો, હું તમને જણાવવા માગું છું કે, મારા સાર્વજનિક અને ખાનગી બંને ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ કારણે હું છેલ્લા કેટલાક સમયથી ઇનએક્ટિવ છું. મારી ટીમ અને હું આ પરિસ્થિતિને ઉકેલવા અને એકાઉન્ટની રિકવરી માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

તેણે આગળ લખ્યું, અમે આ સમય દરમિયાન તમારી ધીરજ અને સમજણની પ્રશંસા કરીએ છીએ અને તમારી સાથે ફરી જોડાવા માટે આતુર છીએ. તમારા સતત સમર્થન બદલ આભાર.
સ્વરા ભાસ્કરનું વોટ્સએપ આ મહિને હેક થયું હતું તુષાર કપૂર પહેલા અભિનેત્રી સ્વરા ભાસ્કરનું વોટ્સએપ આ મહિને હેક થયું હતું. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને તેના નજીકના લોકોને ચેતવણી આપી હતી.
નોંધનીય છે કે, તુષાર કપૂર છેલ્લે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’માં કેમિયો કરતો જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તુષાર બે મોટી ફિલ્મો ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘કપકપી’ માં જોવા મળવાનો છે. OTT વિશે વાત કરીએ તો, તુષારે ઓગસ્ટમાં Jio સિનેમા પર સ્ટ્રીમ થયેલી સિરીઝ ’10 જૂન કી રાત’માં પણ કામ કર્યું છે.

47 વર્ષીય અભિનેતા તુષાર કપૂરે 2001માં આવેલી ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તે ડેવિડ ધવનનો આસિસ્ટન્ટ હતો. તુષાર ‘જીના સિર્ફ મેરે લિયે’, ‘ક્યા દિલ ને કહા’, ‘યે દિલ’, ‘ગાયબ’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘ગોલમાલ’, ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘ગોલમાલ 3’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોનો ભાગ રહ્યો છે.