3 કલાક પેહલા
- કૉપી લિંક
અજય દેવગન અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું શૂટિંગ સ્કોટલેન્ડમાં શરૂ થઈ ગયું છે. શૂટિંગ સેટ પરથી લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરના કેટલાક ફોટો અને વીડિયો લીક થયા છે.
આ ફિલ્મમાં મૃણાલે સોનાક્ષી સિંહાની જગ્યા લીધી છે. તે 2012માં આવેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની સિક્વલ છે. પાર્ટ ટુમાં સંજય દત્ત અને અજય દેવગન ફરી એકવાર એકબીજાને ટક્કર આપતા જોવા મળશે. આ કોમેડી-ડ્રામા ફિલ્મનું નિર્દેશન વિજય કુમાર અરોરા કરી રહ્યા છે.
મૃણાલનો આ ફોટો ફિલ્મના સેટ પરથી સામે આવ્યો છે.
સેટ પરથી સામે આવેલી તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીં લગ્નના વરઘોડાનું શૂટિંગ થઈ રહ્યું છે.
પહેલા દિવસે પંજાબી ગીત શૂટ થયું
જે વિઝ્યુઅલ સામે આવ્યા છે તેમાં મૃણાલ પંજાબી કુડી લુકમાં લગ્નના વરઘોડામાં ઢોલ વગાડીને ડાન્સ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ વાઇબ્રન્ટ પિંક અને મસ્ટર્ડ પટિયાલા સૂટ પહેર્યો છે. તેની સાથે અન્ય ઘણા ડાન્સર્સ પણ હાજર છે. માનવામાં આવી રહ્યું છે કે અહીં ફિલ્મનું એક પંજાબી ગીત શૂટ કરવામાં આવી રહ્યું છે.
મૃણાલ અહીં પંજાબી કુડીના લુકમાં જોવા મળી રહી છે.
સ્કોટલેન્ડમાં 50 દિવસ સુધી શૂટિંગ ચાલશે
ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં 50 દિવસ સુધી ચાલશે. જો કે તેની સ્ટોરી વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ ફિલ્મ ‘સન ઓફ સરદાર’ના પહેલા ભાગે વૈશ્વિક સ્તરે 161 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે 2012ની દસમી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.
અજયે તાજેતરમાં જ ‘સિંઘમ અગેઈન’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે અજયની વધુ બે ફિલ્મો રિલીઝ થશે. જેમાં દિવાળી પર ‘સિંઘમ અગેઈન’ અને નવેમ્બરમાં ‘રેડ 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
2012માં રિલીઝ થયેલી ‘સન ઑફ સરદાર’માં સોનાક્ષી સિંહા મલીડ એક્ટ્રેસ હતી.
મૃણાલ ઠાકુર તાજેતરમાં રિલીઝ થયેલી ‘કલ્કી’માં કેમિયો રોલમાં જોવા મળી હતી. તેણે હાલમાં જ વરુણ ધવન સાથે કોમેડી ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે.