29 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ આજકાલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં એવા સમાચાર આવ્યાં હતાં કે હાલમાં જ બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ગુપ્ત લગ્ન કર્યા છે.
હવે સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાઇરલ થયા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે એક્ટ્રેસના લગ્નના ફંક્શન સાથે સંબંધિત છે.
ગુરુવારે, તાપસીના લગ્ન સમારોહના કેટલાક વધુ વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયોમાં તે પતિ મેથિયાસ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે
સંગીત સેરેમનીનો વીડિયો
ગુરુવારે વાઇરલ થયેલા બે વીડિયોમાં તાપસી તેની બહેન શગુન પન્નુ અને પતિ મેથિયાસ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ એક્ટ્રેસની સંગીત સેરેમનીનો વીડિયો છે. જો કે હજુ સુધી કપલ દ્વારા લગ્નને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
બીજીમાં, તાપસી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત ‘મુઝકો હુઈ ના ખબર..’ પર બહેન શગુન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી
બુધવારે પણ એક વીડિયો વાઇરલ થયો
આ પહેલાં બુધવારે પણ એક વીડિયો વાઇરલથયો હતો જેમાં તાપસી દુલ્હનના પોશાકમાં ડાન્સ કરતી અને સ્ટેજ પર ઉભેલા મેથિયાસ તરફ જતી જોવા મળે છે. મથિયાસ શેરવાની અને પાઘડી પહેરીને સ્ટેજ પર ઉભો જોવા મળે છે. બાદમાં આ કપલ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ પહેલાં બુધવારે મુખ્ય લગ્ન પ્રસંગનો આ વીડિયો સામે આવ્યો હતો. આમાં તાપસી લાલ સૂટ અને હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી હતી
23 માર્ચે ઉદયપુરમાં ગુપ્ત લગ્ન થયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસીએ 23 માર્ચે ઉદયપુરમાં બોયફ્રેન્ડ મેથિયાસ સાથે લગ્ન કર્યા હતા. 36 વર્ષની તાપસી અને 43 વર્ષની મથિયાસ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
એક્ટ્રેસ માળા માટે ડાન્સ કરતી સ્ટેજ પર પહોંચી હતી
મેથિયાસ ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે
મેથિયસ ડેનમાર્કનો ઓલિમ્પિક મેડલિસ્ટ બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યો છે. તેણે વર્ષ 2020માં બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લીધી.
એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું હતું કે તે મેથિયાસને ત્યારે મળી હતી જ્યારે તેણે તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’નું શૂટિંગ શરૂ કર્યું હતું.
તાપસી અને મથિયાસ છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
વર્ક ફ્રન્ટ પર તાપસીની છેલ્લી ફિલ્મ ‘ડંકી’ હતી, જેમાં તે શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. આવનારા સમયમાં તે ‘વો લડકી હૈ કહાં?’, ‘ફિર આઈ હસીન દિલરૂબા’ અને ‘ખેલ ખેલ મેં’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.