39 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા-3’ને લઈને ઘણા સમયથી ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા હતા કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં મંજુલિકાના પાત્ર માટે તબ્બૂ નહીં પરંતુ વિદ્યા બાલન આવી શકે છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલનને રિપ્લેસ કરવામાં આવી હતી. હવે તે ફિલ્મના ત્રીજા ભાગમાં વાપસી કરી શકે છે.
આ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ આવી શકે છે
કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’ જોયા બાદ તેના ફેન્સ હવે ‘ભૂલ ભુલૈયા 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અન્ય કોણ કોણ જોવા મળશે તે જાણવા ચાહકોને પણ ખૂબ જ રસ છે. હાલમાં એવા અહેવાલો છે કે ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થવાનું છે. અનીસ બઝમી આ ફિલ્મનું નિર્દેશન કરશે. આ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ ઉમેરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સારા અલી ખાનને ‘ભૂલ ભુલૈયા 3’માં કાસ્ટ કરવામાં આવી હોવાના અહેવાલ હતા. જોકે, મેકર્સ હજુ પણ ઘણા નામો પર વિચાર કરી રહ્યા છે.
‘ભૂલ ભુલૈયા 2’નું કલેક્શન
‘ભૂલ ભૂલૈયા 2’ના કલેક્શનની વાત કરીએ તો તેણે ભારતમાં 185.92 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શરૂઆતમાં લોકોને લાગતું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જશે. પરંતુ આ ફિલ્મે બધાને ખોટા સાબિત કર્યા છે અને વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો.
‘ભૂલ ભુલૈયા 2’ 2007માં આવેલી ફિલ્મની સિક્વલ હતી
‘ભૂલ ભુલૈયા 2’નું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. કાર્તિક ઉપરાંત કિયારા અડવાણી, તબ્બૂ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ફિલ્મ ‘શહેજાદા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.