11 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના સાથે ડેટિંગના સમાચારો વચ્ચે વિજય દેવરાકોંડાએ લગ્નના પ્લાન વિશે વાત કરી છે. એક્ટરે કહ્યું છે કે તે જલ્દી લગ્ન કરવા માગે છે. આ સાથે જ પિતા બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

વિજય લવ મેરેજ કરશે
આગામી ફિલ્મ ફેમિલી સ્ટારના પ્રમોશન દરમિયાન વિજયને પૂછવામાં આવ્યું કે શું તે જલ્દી લગ્ન કરવા તૈયાર છે? જવાબમાં વિજયે કહ્યું- હું પણ લગ્ન કરીને પિતા બનવા માગુ છું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિજયે એ પણ કન્ફર્મ કર્યું છે કે તે લવ મેરેજ જ કરશે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તેમના માતા-પિતા આ માટે સંમત થશે.

આ પહેલાં પણ વિજય અને રશ્મિકા એક જ લોકેશન પર રજાઓ મનાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત બંને સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટા પર કમેન્ટ પણ કરે છે. આ બધું જોઈને ફેન્સમાં અફેરના સમાચારોએ વધુ જોર પકડ્યું છે.
બંનેએ ક્યારેય અફેરના સમાચારો વિશે વાત કરી નથી
વિજયનું નામ લાંબા સમયથી એક્ટ્રેસરશ્મિકા મંદન્ના સાથે જોડાયેલું છે. રિપોર્ટ છે કે બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે ખુલીને કંઈ કહ્યું નથી. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે વિજયને તેના રોમેન્ટિક સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેણે ન તો સંમતિ આપી કે ન તો નકારી કાઢી.
‘ગીતા ગોવિંદમ’ ફિલ્મના સેટ પર નિકટતા વધી ગઈ હતી
એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’માં સાથે કામ કર્યા બાદ વિજય અને રશ્મિકા વચ્ચે નિકટતા વધી હતી. બાદમાં બંને ‘ડિયર કોમરેડ’ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે વિજય અને રશ્મિકા સગાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

વિજય અને રશ્મિકાએ સાથે મળીને ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના 5 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી હતી
રશ્મિકા ફિલ્મ ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત
બંનેના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, વિજય આગામી દિવસોમાં ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’માં જોવા મળશે. આ દરમિયાન રશ્મિકા ‘પુષ્પા 2’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અલ્લુ અર્જુન, સાઈ પલ્લવી અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. હાલમાં રશ્મિકા આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.