44 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિજય સેતુપતિની ફિલ્મ ‘મહારાજા’એ ચીનમાં 85 કરોડ રૂપિયાની કમાણી કરીને પ્રભાસની ‘બાહુબલી 2’ને માત આપી દીધી છે. તે ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર દક્ષિણ ભારતીય ફિલ્મ બની ગઈ છે. ઉપરાંત, તે ચીની બોક્સ ઓફિસ પર 10મી સૌથી વધુ કલેક્શન કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, વિજય સેતુપતિની ‘મહારાજા’એ 21 દિવસમાં ચીનમાં લગભગ 85.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. થોડા સમયમાં તે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરી શકે છે. પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી 2’ એ ચીનમાં 80.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
‘મહારાજા’ આમિર ખાનની ફિલ્મ દંગલનો રેકોર્ડ તોડી શકી નથી જોકે, ‘મહારાજા’ આમિર ખાનની ‘દંગલ’નો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી હતી. ‘દંગલ’ હજુ પણ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. આ પછી ‘સિક્રેટ સુપરસ્ટાર’, અંધાધૂન’, ‘બજરંગી ભાઈજાન’, ‘હિન્દી મીડિયમ’, ‘હિચકી’, ‘પીકે’, ‘મોમ’ અને ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ જેવી ફિલ્મો આવી.
જો ફિલ્મ ‘મહારાજા’ ચીનમાં 100 કરોડનું કલેક્શન કરે છે તો તે અક્ષય કુમારની ફિલ્મ ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ને પાછળ છોડી શકે છે.
‘મહારાજા’ ફિલ્મે વિશ્વભરમાં 193 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચીનમાં તેના પરફોર્મન્સને જોતા કહી શકાય કે આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે.
14 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘મહારાજા’નું નિર્દેશન નિથિલન સમીનાથન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિજય સેતુપતિ ઉપરાંત અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ, નટરાજન સુબ્રમણ્યમ પણ છે.
આ ફિલ્મ ચેન્નાઈના એક વાળંદની વાર્તા કહે છે જેમાં તે પોતાની ચોરાયેલી ડસ્ટબિન પાછી મેળવવા પોલીસ સ્ટેશન જાય છે, પરંતુ પોલીસ અધિકારીઓને ખબર પડે છે કે તેનો ઈરાદો કંઈક બીજો છે.