4 કલાક પેહલા
- કૉપી લિંક
29 જૂને ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની ઈનિંગ રમી અને મેન ઓફ ધ મેચ બન્યો. આ સાથે તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. વિરાટે તાજેતરમાં જ મેચ જીતવાની ઉજવણીમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે પત્ની અનુષ્કા શર્મા સાથેનો ફોટો શેર કરતા તેનો આભાર માન્યો છે.
વિરાટ કોહલીની પોસ્ટ.
વિરાટે કહ્યું- ‘હું ભાગ્યશાળી છું કે તું મને મળી’
વિરાટે લખ્યું, ‘તારા પ્રેમ વિના આ બધું શક્ય ન હોત. તે મને નમ્ર અને ડાઉન ટુ અર્થ રહેતા શીખવ્યું છે. તું જે કહે છે, તેમાં સત્યતા ઝળકે છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે તું મને મળી. આ જીત જેટલી મારી છે તેટલી જ તારી છે. આભાર. હું તને ખૂબ પ્રેમ કરું છું, કારણ કે તું રિયલ છે’.
અનુષ્કા શર્માની પોસ્ટ.
આ પહેલા ટીમ ઈન્ડિયા મેચ જીત્યા બાદ અનુષ્કાએ વિરાટની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું, ‘અને… હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. હું નસીબદાર છું કે તમે મારી સાથે છો’.
અનુષ્કાને ફોન કરતી વખતે વિરાટના ફની એક્સપ્રેશન કેમેરામાં કેદ થયા હતા.
વિરાટે જીત બાદ અનુષ્કાને ફોન કર્યો હતો
હાલમાં જ બાર્બાડોસના સ્ટેડિયમમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિરાટ જીત બાદ અનુષ્કા સાથે વીડિયો કોલ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિરાટના ફની એક્સપ્રેશન જોવા મળ્યા હતા.
અનુષ્કા ફેમિલી ટાઈમ એન્જોય કરી રહી છે
અનુષ્કા આ દિવસોમાં પોતાના ફેમિલી ટાઈમનો આનંદ માણી રહી છે. 15 ફેબ્રુઆરીએ તેણે લંડનમાં એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ અકાય રાખવામાં આવ્યું. અગાઉ 2021 માં, તે વામિકાની માતા બની હતી. વિરાટ અને અનુષ્કાના લગ્ન 12 ડિસેમ્બર, 2017ના રોજ ઈટાલીના ટસ્કનીમાં થયા હતા. 2013 માં, બંને એક એડ શૂટિંગ પછી નજીક આવ્યા અને પછી પાંચ વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા.