9 મિનિટ પેહલા
- કૉપી લિંક
2004માં આવેલી ફિલ્મ ‘યુવા’માં વિવેક ઓબેરોય, અજય દેવગન, અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિવેકે જણાવ્યું હતું કે ‘યુવા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેનો બાઈક અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેનો પગ ભાંગી ગયો હતો, જેને જોઈને ફિલ્મના નિર્દેશક મણિરત્નમને હાર્ટ એટેક આવ્યો હતો.
હાલમાં ઝૂમને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિવેક ઓબેરોયે ફિલ્મ ‘યુવા’ના શૂટિંગની વાત કહી હતી. તેમણે કહ્યું કે એક ભયાનક મોટરસાઇકલ અકસ્માત પછી સાંજ એકદમ મજેદાર દિવસમાંથી પીડામાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માતમાં મારો પગ ત્રણ જગ્યાએ ભાંગ્યો હતો. મને યાદ છે કે મારા મોટા ભાઈ અજય દેવગન અને મારા મિત્ર અભિષેક બચ્ચને મને ઉપાડ્યો અને હોસ્પિટલ લઈ ગયા. પગ ભાંગી ગયો હતો અને બધે લોહી વહી રહ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે,મને પાછળથી ખબર પડી કે મણિ અન્ના (નિર્દેશક મણિરત્નમ)ને મારો અકસ્માત જોઈને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે હું અને મણિરત્નમ હોસ્પિટલમાં સાજા થતા હતા ત્યારે અજય અને અભિષેક મારી સાથે હતા, તેઓ મજાક કરીને મારી આશાઓ વધારતા હતા.
સાજા થવામાં 4 મહિના લાગ્યા
વિવેક ઓબેરોયે જણાવ્યું કે અકસ્માતમાં પગ ભાંગ્યા બાદ તેમને સાજા થવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. સ્વસ્થ થયા પછી તે સેટ પર પરત ફર્યો અને ‘ફના’ અને ‘અંજાના અંજાની’ ગીતોનું શૂટિંગ કર્યું. જ્યારે તે સમયે તેનો પગ ઠીક થઈ રહ્યો હતો.
અત્રે ઉલ્લખેનીય છે કે, 21 મે 2004ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘યુવા’ ઘણી હિટ રહી હતી. આ ફિલ્મને 50મા ફિલ્મફેર એવોર્ડ્સમાં 7 નોમિનેશન મળ્યા હતા, જેમાંથી ફિલ્મે 6 કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. વિવેક ઓબેરોયને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો સ્ટારડસ્ટ એવોર્ડ મળ્યો હતો.