4 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિવેક ઓબેરોય ક્યારેય લગ્ન કરવા માંગતા નહોતો. તેણે થોડા વર્ષો પહેલા પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. વિવેકે કહ્યું હતું કે તે તેની પત્ની પ્રિયંકાને મળ્યો તે પહેલા તેણે લગ્ન કરવાનો ઈરાદો છોડી દીધો હતો.
વિવેકે કહ્યું, હું લગ્ન કરવા માંગતો ન હતો, હું કોઈથી અલગ થઈ રહ્યો હતો, મને લાગ્યું કે મારે હવે કોઈ ગંભીર સંબંધ નથી જોઈતો. ખૂબ જ તણાવમાં આવ્યો અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મને મારા ભાણી- ભાણીયાઓ જોડે પિતા હોવાની લાગણી થતી હતી, તેથી હું વિચારતો હતો કે લગ્ન કરવાની જરૂર નથી. એક દિવસ મારી માતાએ કહ્યું કે તારે આ છોકરી (પ્રિયંકાને) મળવું જોઈએ, જો તું તેને પસંદ નથી કરતો તો હું તને ક્યારેય બીજા કોઈને મળવા માટે નહીં કહું. આ પછી હું પ્રિયંકાને મળ્યો.

પ્રિયંકા સાથેની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ
આ પહેલા હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિવેકે કહ્યું હતું કે, મારી માસી પ્રિયંકાને પહેલા મળી હતી, ત્યારબાદ હું તેને મળ્યો હતો. પ્રિયંકા તે સમયે ન્યુયોર્કમાં હતી અને MBA નો અભ્યાસ કરતી હતી. વિવેકે 29 ઓક્ટોબર 2010ના રોજ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા.

વિવેકનું ઐશ્વર્યા સાથે બ્રેકઅપ થયું હતું
પ્રિયંકા સાથે લગ્ન કરતા પહેલા વિવેકનું ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. ઐશ્વર્યા અને વિવેકે વર્ષ 2004માં ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી જ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં સલમાન સાથેના વિવાદને કારણે વિવેક અને ઐશ્વર્યાનું બ્રેકઅપ થઈ ગયું હતું. ‘ક્યૂં હો ગયા ના’માં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં હતા.