3 કલાક પેહલા
- કૉપી લિંક
ડિરેક્ટર અનુરાગ બાસુએ તૃપ્તિ ડિમરીને ફિલ્મ ‘આશિકી 3’માંથી હટાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે તૃપ્તિને તેની બોલ્ડનેસના કારણે ફિલ્મમાંથી દૂર કરવામાં આવી નથી. તૃપ્તિ પોતે પણ આ વાત જાણે છે. કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા હતા કે તૃપ્તિને તેની બોલ્ડ ઇમેજના કારણે ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી.
‘સોશિયલ મીડિયા પર જે વાતો થઈ રહી છે તે ખોટી છે’ મિડ ડે સાથેની વાતચીત દરમિયાન, જ્યારે અનુરાગ બાસુને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ દ્વારા માંગવામાં આવેલી મુખ્ય એક્ટ્રેસ માસૂમિયતના કારણે તૃપ્તિને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે. તેના પર અનુરાગ બસુએ કહ્યું, ના, આ સાચું નથી. તૃપ્તિ પણ આ જાણે છે.
જાણો શું છે સમગ્ર મામલો? કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ ‘એનિમલ’માં ઝોયાના રોલ બાદ તૃપ્તિ ડિમરી બોલ્ડ ઈમેજ બની ગઈ છે. બીજી બાજુ, ‘આશિકી 3’ માટે, ડિરેક્ટર એવી એક્ટ્રેસની શોધમાં હતા જે દેખાવમાં માસૂમ હોય. જ્યારે કેટલીક ફિલ્મોના કારણે તૃપ્તિએ તેની માસૂમિયત ગુમાવી દીધી છે. જેના કારણે તેણે આ રોલ માટે મળ્યો નહીં અને તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
ફિલ્મ માટે નવી એક્ટ્રેસની શોધ શરૂ ‘આશિકી 3’ ફિલ્મમાંથી તૃપ્તિ ડિમરીના એક્ઝિટ બાદ હજુ સુધી નવી હિરોઈનનું નામ સામે આવ્યું નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સ હજુ પણ હિરોઈનની શોધમાં છે અને ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે.
આ ફિલ્મોમાં તૃપ્તિ ડિમરી જોવા મળી છે તૃપ્તિ ડિમરી ‘એનિમલ’, ‘ભૂલ ભૂલૈયા 3’, ‘કાલા’, ‘બુલબુલ’, ‘બેડ ન્યૂઝ’ અને ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.