4 કલાક પેહલા
- કૉપી લિંક
ફેન્સ અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ 3’ (વેલકમ ટુ ધ જંગલ)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષના અંતમાં સુધીમાં રિલીઝ થવાની હતી પરંતુ હાલમાં જ સમાચાર આવ્યા છે કે આ ફિલ્મને જોવા માટે હજુ થોડી વધારે રાહ જોવી પડશે.
હાલ મળતી માહિતી અનુસાર, આ વર્ષના અંતમાં રિલીઝ થશે નહીં. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. નોંધનીય છે કે, આ ફિલ્મ પહેલાં 20 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. બીજી તરફ ફિલ્મ ‘સિતારે ઝમીં પર’નું શૂટિંગ પણ પૂરું થઇ ચૂક્યું છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના તહેવાર પર સિનેમાઘરમાં ધૂમ મચાવશે.
તો રિપોર્ટમાં દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ ‘સિતારે ઝમીં પર’ સાથે ક્લેશ ટાળવા માટે ફિલ્મ ‘વેલકમ 3’ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. ‘સિતારે ઝમીં પર’ ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા ડિસૂઝા પણ જોવા મળશે.
‘વેલકમ 3’ની સ્ટાર કકાસ્ટની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, રવિના ટંડન, લારા દત્તા, જેક્લિન ફર્નાન્ડીઝ, દિશા પટણી જેવા કલાકારો જોવા મળશે.

સોર્સનો દાવો- ફિલ્મનો vfx ભાગ હજુ તૈયાર નથી થયો
ફિલ્મ ‘વેલકમ 3’ સાથે જોડાયેલા એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે ફિલ્મ ‘વેલકમ 3’નું શૂટિંગ મોટા પાયે કરવામાં આવ્યું છે. ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યૂલ મે મહિનામાં જ પૂરું થયું હતું. જોકે, ફિલ્મમાં VFXનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર કામ કરવાનું હજુ બાકી છે. આવી સ્થિતિમાં આ વર્ષની 20 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થવી શક્ય નથી.
રિલીઝ ડેટમાં ફેરફારનું કારણ એ છે કે આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીં પર’ ડિસેમ્બર 2024માં રિલીઝ થવા જઈ રહી છે.
અનીસ બઝમીએ ‘વેલકમ’ સિરીઝની અગાઉની બે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું
‘વેલકમ 3’ પહેલાં વેલકમ સિરીઝની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. પહેલી ફિલ્મ ‘વેલકમ’ 2007માં અને બીજી ફિલ્મ ‘વેલકમ બેક ‘2015માં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું અને ફિરોઝ નડિયાદવાલાએ નિર્મિત કર્યું હતું.
હવે ‘વેલકમ 3’નું નિર્દેશન ‘બાગી 2’ અને ‘બાગી 3’ ફેમ ડિરેક્ટર અહેમદ ખાન કરશે. વાર્તા ફરહાદ સામજીએ લખી છે.
ફિલ્મ ‘સિતારે ઝમીં પર’નું શૂટિંગ પૂરું
આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘સિતારે ઝમીં પર’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ માહિતી ફિલ્મના નિર્દેશક આરએસ પ્રસન્નાએ એક પોસ્ટમાં આપી છે. શેર કરેલી તસવીરમાં કેક પર લખેલું છે – ‘It’s a wrap’.

આ ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા લીડ રોલમાં
આ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝાની પણ લીડ રોલમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મની વાર્તા એક શિક્ષક અને એક વિકલાંગ વિદ્યાર્થીની જીવન યાત્રા પર આધારિત છે.