42 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 17’ સમાપ્ત થવાના આરે છે. ઘણા ઝઘડાઓને કારણે ચર્ચામાં રહેલા શોમાં ટૂંક સમયમાં ફેમિલી વીક શરૂ થવા જઈ રહ્યું છે. શોમાં તમામ સ્પર્ધકોના પરિવારજનો આવવાના છે. વિકીના પરિવારમાંથી તેની માતા રંજના જૈન શોમાં એન્ટ્રી કરશે. રંજનાએ શોમાં આવીને અંકિતાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે જ્યારે અંકિતાએ વિકીને લાત મારી હતી ત્યારે તેમના પતિએ અંકિતાની માતાને ફોન કરીને ફરિયાદ કરી હતી.
તાજેતરમાં કલર્સ ચેનલ દ્વારા શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, વિકી જૈનની માતા રંજના શોમાં એન્ટ્રી કરી રહી છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે વિકીની માતા રંજના અંકિતાને કહે છે, ‘જ્યારે તમે વિકીને લાત મારી ત્યારે વિકીના પિતાએ તરત જ તમારી માતાને ફોન કરીને પૂછ્યું કે શું તમે પણ તમારા પતિને આ જ રીતે લાત મારતા હતા.’ આ સાંભળીને અંકિતા સ્તબ્ધ થઈ ગઈ અને ચિડાઈને બોલી, ‘મારે મમ્મીને બોલાવવાની શું જરૂર હતી?’ મારી માતા ત્યાં એકલી છે, મારા પપ્પા મરી ગયા છે, મહેરબાની કરીને મારા માતાપિતાને કઈ ના કહો.
વિકીની માતા રંજના ઉપરાંત અંકિતા લોખંડેની માતા વંદના પંડિત પણ શોમાં આવવાની છે. તેણે આ શોમાં વિકી અને અંકિતા પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું, તમે લોકો તમે જેવા છો તેવા દેખાતા નથી. તમે બહુ લડી રહ્યા હોય એવું લાગે છે.
ઓગસ્ટ 2023માં અંકિતાના પિતાનું અવસાન થયું હતું
અંકિતા લોખંડે તેના પિતા શશિકાંત લોખંડેની ખૂબ જ નજીક હતી. માત્ર ચાર મહિના પહેલા 12 ઓગસ્ટના રોજ લાંબી માંદગીના કારણે 68 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અંકિતાને તેના પિતાના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો હતો.