43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિમ્પલ કાપડિયાએ 1973માં પોતાનાથી 16 વર્ષ સિનિયર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. તેમનો સંબંધ ઉતાર-ચઢાવથી ભરેલો હતો.
1987માં એક ફિલ્મ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં ડિમ્પલે પોતાના અને રાજેશ ખન્નાના સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી.
ડિમ્પલે કહ્યું હતું, ‘તેણે ક્યારેય મારા વખાણ કર્યા નથી’
ઈન્ટરવ્યૂમાં ડિમ્પલે કહ્યું હતું કે, ‘હું જ્યાં પણ જતી ત્યાં લોકો મને કહેતા કે તું દુનિયાની સૌથી સુંદર મહિલા છે. જો કે, તેણે (રાજેશ ખન્નાએ) ક્યારેય મારા વખાણમાં એક શબ્દ પણ નથી બોલ્યો, એવું લાગતું હતું કે તે મારી નોંધ પણ લેતા ન હતા.’

ડિમ્પલે આગળ કહ્યું, ‘હું હંમેશા તેના રિએક્શનની રાહ જોતી રહી પણ તે ક્યારેય આવ્યું નહીં. મારી બધી ઉર્જા તે કરવામાં લાગી ગઈ હતી જે કરવામાં તે ઇચ્છતા હતા, ક્યારેક એવું લાગતું કે, હું સીડી પર ભલે મેં ગમે તેટલી ઝડપથી ચઢવાનો પ્રયત્ન કરતી હોય પરંતુ તે હંમેશા મારાથી એક પગથિયું દૂર જ રહેતા.’
તે ક્યારેય પોતાનું સુખ કે દુ:ખ વહેંચતા ન હતા – ડિમ્પલ
ડિમ્પલે ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે રાજેશ ખન્નાએ ન તો તેની કોઈ ખુશી અને ન કોઈ દુ:ખ તેની સાથે શેર કર્યું હતું.
ડિમ્પલે કહ્યું હતું કે, ‘હું રાજેશ ખન્નાને કોઈપણ પ્રકારનો ટેકો આપતા ડરતી હતી. હું માત્ર રાહ જોતી હતી કે જો તેમને ક્યારેય મારી જરૂર પડશે તો હું તે સમયે હાજર રહીશ.’

ડિમ્પલ અને રાજેશ ખન્ના વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.
રાજેશ અને ડિમ્પલના લગ્ન 1973માં થયા હતા. બંનેને બે દીકરીઓ ટ્વિંકલ અને રિંકી ખન્ના છે. લગ્નના દોઢ વર્ષ બાદ ડિમ્પલે ડિસેમ્બર 1974માં પુત્રી ટ્વિંકલને જન્મ આપ્યો હતો. રાજેશ-ડિમ્પલ વચ્ચે થોડો સમય સારો રહ્યો, પરંતુ પછી તેમની વચ્ચે વિવાદ શરૂ થયો.
લગ્નના 11 વર્ષ પછી જ્યારે ડિમ્પલ કાકા(રાજેશ ખન્ના)નું ઘર છોડી ગઈ પછી તે 27 વર્ષ સુધી તેનાથી અલગ રહી પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા ન હતા. જ્યારે રાજેશ ખન્નાને ફેફસાના કેન્સરનું નિદાન થયું ત્યારે ડિમ્પલ તેમની સંભાળ લેવા તેમની પાસે પરત ફર્યા. 2012માં કાકાનું અવસાન થયું ત્યારે પણ ડિમ્પલ તેમની સાથે હતી.