32 મિનિટ પેહલા
- કૉપી લિંક
અન્નુ કપૂર લાઈમલાઈટમાં છે. કારણ કે, તેમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો અને આ ઇન્ટરવ્યૂમાં તેમણે દેશભક્તિ, અમેરિકન પત્ની અને પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલા વિવાદ વિશે કહ્યું હતું કે, અન્નુ કપૂરે કહ્યું ‘ દેશ ભક્તિ એ નથી, જો તમારે લગ્નમાં જવું હોય કે કોઈ ફંક્શનમાં જવું હોય તો તેન સારી રીતે છાંટીને જાવ, દેશભક્તિ એ તમારા શરીરની ધમનીઓમાં 24 કલાક વહેતા લોહીનો પ્રવાહ છે.’
‘મારી મજબૂરી છે’ અન્નુ કપૂરે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની અમેરિકન પત્ની અનુપમા પટેલ વિશે વાત કરી. અન્નુ કપૂરે કહ્યું, ‘મારી પત્ની અમેરિકન નાગરિક છે, પરંતુ મેં ક્યારેય ગ્રીન કાર્ડ કે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી નથી. હું આખી જિંદગી દરમિયાન મરું ત્યાં સુધી ક્યારેય ત્યાંનો પાસપોર્ટ નહીં બનાવડાવું. એ મારી મજબૂરી છે. હું ખૂબ લોયલટી ટાઈપનો સ્પર્મ છું.’
2011માં પ્રિયંકા પર આપ્યું હતું વિવાદિત નિવેદન વીડિયોના અંતમાં અન્નુ કપૂર સાથે 2011માં પ્રિયંકા ચોપરા સાથે થયેલા વિવાદ વિશે વાત કરવામાં આવી હતી. વાસ્તવમાં વર્ષ 2011માં એક ફિલ્મ ‘7 ખૂન માફ’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અન્નુ કપૂરે પ્રિયંકાના સાત પતિમાંથી એકની ભૂમિકા ભજવી હતી. જ્યારે આ ફિલ્મનું પ્રમોશન શરૂ થયું ત્યારે અન્નુ કપૂરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘પ્રિયંકા મારી સાથે ઇન્ટિમેટ સીન કરવા માટે રાજી નહોતી કારણ કે હું દેખાવમાં સારો નથી. જો હું સુંદર દેખાતો હોત, તો તેણે હા પાડી હોત. પ્રિયંકાએ અન્ય કલાકારો સાથે ઘણા ઇન્ટીમેટ સીન આપ્યા છે.’
‘હીરોને કિસ કરવામાં કોઈ હિરોઇનને વાંધો નથી હોતો’ અન્નુ કપૂરના આ નિવેદનથી પ્રિયંકા ગુસ્સે થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં 13 વર્ષ બાદ અન્નુ કપૂર સાથે આ વિવાદ અંગે વાત કરવામાં આવી હતી. અન્નુ કપૂરે કહ્યું, ‘એક સમાચાર આવ્યા કે પ્રિયંકા ચોપરાએ અન્નુ કપૂરને કિસ કરવાની ના પાડી દીધી છે. જો હું હીરો હોત તો પ્રિયંકા ચોપરાને કોઈ વાંધો ન હોત. કોઈ હિરોઈનને હીરોને કિસ કરવામાં કોઈ વાંધો નથી. જો કે હું, ન તો આકાર, ન સુંદરતા, ન વ્યક્તિત્વથી સુંદર છું તેથી જ સમસ્યા આવી.