33 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં જ અંકિતા લોખંડે યુટ્યૂબર એલ્વિશ યાદવના પોડકાસ્ટ પર તેનો પતિ વિક્કી જૈન સાથે દેખાઈ હતી. આ દરમિયાન એલ્વિશ યાદવે અંકિતાની ઉંમર પર કોમેન્ટ કરી મજાક ઉડાવી હતી. અંકિતાએ એલ્વિશને ત્યાં જ ચૂપ કરી દીધો, પરંતુ ક્લિપ વાઈરલ થયા પછી, એલ્વિશ યાદવને હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન એલ્વિશ યાદવે અંકિતાને કહ્યું હતું કે, વિકિપીડિયા તમારી ઉંમર 40 વર્ષ દેખાડે છે. શું તમે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ કરશો? શું તમે તેની માતાની ભૂમિકા ભજવશો?
આના જવાબમાં અંકિતાએ ઠપકો આપતા કહ્યું કે, કેમ 40 વર્ષે સ્ત્રી વૃદ્ધ થઈ જાય છે? હું ક્યાંથી 40 વર્ષની વૃદ્ધ દેખાઉં છું. અંકિતા ગુસ્સે થઈ ગઈ ત્યારે વિક્કી જૈને તેને સમજાવવાનો પ્રયાસ કરતો પણ તેણે ભડકીને કહ્યું, તે આવા પ્રશ્નો જ કેમ પૂછી રહ્યો છે.

અંકિતા લોખંડ અને તેનો પતિ વિક્કી જૈન
આટલું થયા પછી પણ એલ્વિશે ટોપિક ન બદલ્યો અને કહ્યું, ભાભી ડરી ગયા. થોડા સમય પછી, એલ્વિશ ફરીથી પૂછ્યું કે શું તમે માતાની ભૂમિકા ભજવશો. જવાબમાં અંકિતાએ કહ્યું, હું ‘પવિત્ર રિશ્તા’માં મોટા-મોટા બાળકોની માતાની ભૂમિકા ભજવી ચૂકી છું. આ અંગે વિક્કીએ કહ્યું કે- તેણે 18 વર્ષની ઉંમરે માતાની ભૂમિકા ભજવી હતી.
જવાબ સાંભળ્યા બાદ ફરી એલ્વિશએ તેના એ જ પ્રશ્રને પાછો પૂછ્યો, શું તમે આલિયા ભટ્ટની માતાની ભૂમિકા ભજવશો? આના પર અંકિતાએ કહ્યું, ના, હું આલિયા ભટ્ટની માતાનો રોલ બિલકુલ નહીં કરું.
જ્યારથી પોડકાસ્ટ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી એલ્વિશ યાદવને અંકિતાની એજ શેમિંગ (ઉંમરની મજાક ઉડાવવી) કરવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
એક યુઝરે Reddit પર અંકિતાને ટેકો આપ્યો અને લખ્યું, કોઈએ આ મૂર્ખને કહેવું જોઈએ કે આલિયા ભટ્ટ પોતે 32 વર્ષની છે અને તે ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં ઘણી નાની ઉંમરની ભૂમિકા ભજવે છે. અંકિતા અને આલિયા બંને તેમની ઉંમર પ્રમાણે ખૂબ જ સુંદર છે. પણ આ મૂર્ખને નહીં સમજાય. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, શું આ પ્રશ્ન કોઈ પુરુષને પૂછી શકાય છે?

Reddit પર અંકિતાને ટેકો આપતા યુઝર્સ