2 કલાક પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો 17 વર્ષથી ટીવી પર ધૂમ મચાવે છે અને દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરિયલની સ્ટોરી જેટલી લોકોને ગમે છે, તેટલી જ તેની કોન્ટ્રોવર્સી પણ હેડલાઈન્સ રહે છે. ‘કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા?’ આ સવાલ કરતાં પણ હાલ TMKOCમાં દયાબેનની વાપસી ક્યારે થશે? તેના વિશે સૌથી વધુ ચર્ચા સાંભળવા મળે છે.
છેલ્લા લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના નવા પાત્ર વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તાજેતરમાં, કાજલ પિસાલનો એક જૂનો ઓડિશન વીડિયો વાઈરલ થયો હતો, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ હતી કે તે દિશા વાકાણીની જગ્યાએ દયાબેનની ભૂમિકા ભજવશે. બાદમાં કાજલ પિસાલે સ્પષ્ટતા કરવી પડી કે આ સમાચાર ખોટા છે.

ડાબી બાજુ કાજલ પિસાલ અને જમણી બાજુ દિશા વાકાણી

દયાબેનના પાત્ર વગર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો ઝાંખો પડી ગયો છે
‘દયાભાભી ટૂંક સમયમાં વાપસી કરશે’ હવે શોના પ્રોડ્યુસર અસિત મોદી લોકોને આ સવાલનો જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ દયાબેનની વાપસી વિશે વાત કરી હતી. તેણે કહ્યું- શોની લોકપ્રિયતા હજુ પણ એટલી જ છે. પણ લોકો ફરિયાદ કરે છે કે દયાભાભીના ગયા પછી મજા થોડી ફીકી થઈ ગઈ છે. હું પણ આ વાત સાથે સંમત છું. હું ટૂંક સમયમાં દયાભાભીને પાછા લાવીશ. લેખકો અને એક્ટરોની આખી ટીમ દયાભાભીની વાપસી માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. દયાભાભી ચોક્ક્સથી જલ્દી પાછા આવશે. આપણે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે દિશા વાકાણી પાછી આવે, જોકે તેની પાસે પારિવારિક જવાબદારીઓ છે.
દિશા વાકાણી (જૂના દયાબેન)
દિશા વાકાણીએ શો કેમ છોડ્યો? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકાથી એક્ટ્રેસ દિશા વાકાણી લોકપ્રિય થઈ હતી. તે 2018 માં મેટરનિટિ લીવ પર ગઈ હતી અને ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. તેમની પુત્રીના જન્મ પછી પણ, તેમના પાછા ફરવા અંગે ઘણા અહેવાલો આવ્યા હતા, પરંતુ હજુ સુધી કંઈ પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.
અહેવાલો અનુસાર, દિશા વાકાણીએ તેના કામના કલાકો અને ફી અંગે કેટલીક શરતો મૂકી હતી, જેના પર વાતચીતને અંતિમ સ્વરૂપ આપી શકાયું ન હતું.
કોન્ટ્રોવર્સી વિશે પણ ખુલીને કરી વાત આ જ ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ પોતાના પર લગાવેલા આરોપો વિશે ખુલીને વાત કરી હતી. નિર્માતા કહ્યું, મેં ક્યારેય પોતાને કલાકારોથી અલગ કર્યો. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશા ઈમાનદાર રહ્યો છું અને શોને પ્રથમ સ્થાન આપ્યું છે. મેં ક્યારેય કોઈ પર્સનલ ફાયદો ઉઠાવવાનું વિચાર્યું નથી, માટે આવી ઘટનાઓ સાંભળી પરેશાન થઈ જાઉં છું, પરંતુ તે પણ જીવનનો એક ભાગ છે.

શોના નિર્માતા અસિત કુમાર મોદી
તેણે વધુમાં કહ્યું, જે એક્ટર્સ શો છોડીને ગયા છે તેઓ મારી વિરુદ્ધ બોલી રહ્યા છે. હું તેમને કંઈ કહીશ નહીં. તેને મારા શોમાં કામ કર્યું છે અને TMKOCની સફળતામાં તેમની ભૂમિકા છે. પછી, ભલે મેં તેનું નેતૃત્વ કર્યું હોય, પરંતુ બધાના પ્રયત્નોને કારણે આ શો ફેમસ થયો. હું આજે જે કંઈ પણ બની શક્યો તે એકલા હાથે શક્ય નહોતું. આપણે બધા એક ટ્રેન સમાન છીએ. અમૂક ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે, પરંતુ ટ્રેન આગળ વધતી રહેશે. મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું.