13 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લાં 15 વર્ષથી લોકોનું મનોરંજન કરતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો દર્શકોને પણ બહુ જ પસંદ છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી આ શો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં ચર્ચા ચાલી રહી હતી કે દયાબેન એટલે કે દિશા વાંકાણી શોમાં પરત ફરવાના છે. પરંતુ દયાબેન પરત ન ફરતા ફેન્સ ઘણા નિરાશ થયા છે, ત્યાં સુધી કે એ શોને બોયકોટ કરવાનું પણ કહી દીધું હતું. દયાબેનની તો શોમાં એન્ટ્રીન થઇ પરંતુ શોમાં ‘નવા મિસિસ સોઢી’ની એન્ટ્રી થઇ ચુકી છે. મિસિસ રોશન સિંહ સોઢીની ભૂમિકા નિભાવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો છોડી દીધો છે. જેનિફરે નિર્માતા અસિત કુમાર મોદી અને અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ આ સીરિયલ અન્ય ઘણા કારણોસર ચર્ચામાં આવી હતી. હવે નિર્માતાઓને શોમાં જેનિફરની રિપ્લેસમેન્ટ કરી તે છે મોનાઝ મેવાવાલા. ચાલો તમને જણાવીએ કે મોનાઝ કોણ છે.
કોણ છે મોનાઝ મેવાવાલા?
જેનિફર મિસ્ત્રીએ અગાઉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવી હતી, પરંતુ નિર્માતાઓ સાથે મતભેદને કારણે તેણે આ વર્ષે એપ્રિલમાં સિરિયલ છોડી દીધી હતી. હવે મોનાઝ મેવાવાલા શ્રીમતી રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળશે. મોનાઝે કેટલાક ટીવી શોમાં કામ કર્યું છે. મોનાઝના માતા-પિતાના નામ ફિરદૌસ મેવાવાલા અને આશા ફિરદૌસ મેવાવાલા હતા. એક્ટ્રેસે કસૂર સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે 37 વર્ષની છે અને તેણે મુંબઈમાં અભ્યાસ કર્યો છે. તે સાલસા ડાન્સર પણ છે. મોનાઝ અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે.
મોનાઝ ‘મીત મિલા દે રબ્બા’, ‘રિશ્તો કી દોર’, ‘ઝિલમિલ સિતારો કા આંગન હોગા’, ‘જય દુર્ગા’, ‘અર્ધાંગિની’ જેવી સિરિયલોનો ભાગ રહી ચુકી છે અને ટીવીની દુનિયામાં ઘણું નામ કમાયું છે. હવે તે તારક મહેતાના શોમાં આવવા માટે તૈયાર છે. અસિત મોદીની વાત કરવામાં આવે તો તે પહેલાથી જ મોનાઝ સાથે કામ કરી ચૂક્યા છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની ગ્રાન્ડ એન્ટ્રી માટે તૈયાર છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહી દીધી આ વાત
મોનાઝ મેવાલાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેનિફર મિસ્ત્રી બંસીવાલની જગ્યા લીધી છે. ETimes સાથે વાત કરતા જેનિફરે કહ્યું, આ વર્ષે જ્યારે મેં 7 માર્ચે શો છોડી દીધો ત્યારે મને પૂરો વિશ્વાસ હતો કે હું પાછી નહીં ફરું. તેથી મેં આખી ટીમ પ્રત્યેનો તમામ લગાવ છોડી દીધો હતો. હું આ દિવસ માટે તૈયાર જ હતી. શોમાં મિસિસ રોશન સોઢી તરીકે આવેલી મોનાઝ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, હું મારી જગ્યાએ જે વ્યક્તિ આવી રહી છે તે આ ભૂમિકા ભજવવા માટે આશીર્વાદ આપવા માગતી હતી. હું ઈચ્છું છું કે વ્યક્તિ સુખી અને સમૃદ્ધ રહે. હું ઈચ્છું છું કે દર્શકો પણ નવા વ્યક્તિને સ્વીકારે. કારણ કે જો દર્શકો તરફથી સ્વીકાર ન થાય તો વસ્તુઓ મુશ્કેલ બની જાય છે.
દયાબેન પરત ફરશે!
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ સીરિયલની જોરદાર ફેન ફોલોઈંગ છે. ફેન્સ પણ તેમના વિશે વધુ ને વધુ જાણવા માગે છે. છેલ્લા 6 વર્ષથી દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી આ દિવસોમાં તેમના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેણે સિરિયલોમાંથી બ્રેક લીધો હતો. જો કે, તે હજુ સુધી પરત ફરી નથી અને ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં શૈલેષ લોઢા અને જેનિફર મિસ્ત્રીએ શોને અલવિદા કહી દીધું છે. જ્યારથી તેણે શો છોડ્યો છે ત્યારથી આ સિરિયલ ઘણા ખોટા કારણોસર સમાચારમાં છે. અત્યાર સુધી ઘણા સ્ટાર્સ આ શોને અલવિદા કહી ચૂક્યા છે. આ કારણે ટપ્પુની ભૂમિકા ભજવનાર નેહા મહેતા અને રાજ અનડકટે પણ શો છોડી દીધો છે.
શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓફ એર થશે?
લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 15 વર્ષ પછી સમાપ્ત થવા જઈ રહી છે. ચાલી રહેલી અટકળોએ સૂચવ્યું હતું કે શો આગામી મહિનાઓમાં સમાપ્ત થવાની સંભાવના છે. જો કે, આ અફવા સાચી નથી અને શો ઓફ-એર થશે નહીં. ટેલીચક્કરમાં એક અહેવાલ જણાવે છે કે ખૂબ જ પ્રિય સિટકોમ જતું નથી અને તે અહીં રહેવા માટે છે. જો કે આ અંગે હજુ સુધી મેકર્સ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી.