23 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફેન્સ સાથે ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. આ દરમિયાન તેમણે ફેન્સના અનેક સવાલોના રસપ્રદ જવાબો આપ્યા.
જ્યારે એક ચાહકે અમીષાને પૂછ્યું કે તેણે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? તો તેમણે કહ્યું, ‘હું ઘણા સમયથી તૈયાર છું, મને કોઈ છોકરો નથી મળી રહ્યો.’
ફેન્સની કમેન્ટ પર અમિષા એ આ રીતે પ્રતિક્રિયા આપી
ફેન્સે કહ્યું- ‘સલમાન સાથે લગ્ન કરો’
એક સેશન દરમિયાન એક ફેને 49 વર્ષની અમીષાને પૂછ્યું કે શું તેના સલમાન ખાન સાથે લગ્ન કરવાની કોઈ શક્યતા છે? કારણ કે સલમાન પણ અપરિણીત છે, તો અમિષાએ કહ્યું, ‘સલમાન અને હું અપરિણીત છીએ, તો શું તમને લાગે છે કે અમારે લગ્ન કરી લેવા જોઈએ? આમાં મુદ્દો શું છે? શું તેઓ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે કે અસલી લગ્નની?’
‘હમરાઝ 2’ની તૈયારીઓ
આસ્ક મી એનિથિંગ સેશનમાં અમીષાએ ફિલ્મ ‘હમરાઝ’ની સિક્વલ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘અબ્બાસ મસ્તાન જીના કહેવા પ્રમાણે, ‘હમરાઝ 2’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. સુપરકૂલ બોબીએ ફિલ્મ ‘એનિમલ’ સાથે કરેલા ધડાકા પછી અમને તે લેવલની સ્ક્રિપ્ટની જરૂર પડશે જેના પર ડિરેક્ટર અને નિર્માતા હાલમાં કામ કરી રહ્યા છે. આ વિશે હું આટલું જ જાણું છું. જો મને બીજી કાંઈ ખબર પડશે, તો હું ચોક્કસ તમારી સાથે શેર કરીશ.’
‘હમરાઝ’ 2002માં રિલીઝ થઈ હતી જેમાં અમીષા, અક્ષય ખન્ના અને બોબી દેઓલ જોવા મળ્યા હતા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો,અમીષાની અગાઉની ફિલ્મ ‘ગદર-2’ હતી જેમણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 691 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
આ ફિલ્મમાં સ્ક્રીનનો ઓછો સમય હોવા છતાં, જ્યારે એક ફેન્સે એક્ટ્રેસને ‘આસ્ક મી એનિથિંગ’ સેશનમાં પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમને કહ્યું, ‘ગદર 2’ એક શાનદાર ફિલ્મ હતી અને પટકથા સ્ક્રિપ્ટ મુજબ ચલાવવામાં આવી હતી. એક એક્ટર હોવાને કારણે અમે સ્વાર્થી બનીને પહેલા ફિલ્મ વિશે વિચારવું પડશે. મને સકીનાનો રોલ ગમે છે અને તેના કારણે મને મળેલી લોકપ્રિયતાની પણ મને કદર છે. હા, જો મને ‘ગદર 3’ની ઑફર મળશે, અને મને સ્ક્રિપ્ટ ગમશે તો જ કરીશ.’
‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું
અમીષાએ વર્ષ 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘હમરાઝ’, ‘ગદર એક પ્રેમ કથા’, ‘મંગલ પાંડે’, ‘યે હૈ જલવા’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું.