મુંબઈ14 કલાક પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
અજય દેવગન, તબ્બુ અને જિમી શેરગિલ સ્ટારર ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ 5 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મનું પહેલું ગીત ‘તૂ’ રિલીઝ થઈ ગયું છે. તેને ઓસ્કર એવોર્ડ વિજેતા સંગીતકાર એમ.એમ. કીરવાણી એ કંપોઝ કર્યું છે.
જ્યારે તેના ગીતો મનોજ મુન્તશીરે લખ્યાં છે. ‘સ્પેશિયલ-26’, ‘એ વેન્સડે’ અને ‘બેબી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર નીરજ પાંડેએ તેનું દિગ્દર્શન કર્યું છે. એમ.એમ. કીરવાણી, મનોજ મુંતશિરે અને નીરજ પાંડેએ દૈનિક ભાસ્કર સાથે વિશિષ્ટ વાતચીત કરી.
વાંચો વાતચીતના મુખ્ય અંશો..
સવાલ- કીરવાણી સાહેબ, તમે ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા જ ગીતો પર કામ શરૂ કરી દીધું હતું, તેના વિશે કંઈક કહો?
જવાબ- ‘મેં થોડા સમય પહેલા નીરજ પાંડે સાથે એક ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ ક્યારેય પૂર્ણ થઈ શકી નથી. અમે આ ફિલ્મનાં ગીતો રેકોર્ડ કરી લીધાં હતાં. ભલે ફિલ્મ બની શકી ન હતી, પરંતુ ત્યારથી જ અમે પ્લાન કરી લીધો હતો કે અમે ચોક્કસ એક દિવસ સાથે કામ કરીશું. કદાચ તેથી જ મેં નીરજ જીની ફિલ્મના ગીતો પર કામ શરૂ કરી દીધું હતું.’
સવાલ- મનોજ, આ ફિલ્મનાં ગીતોમાં તમે કવિતાનો ખૂબ જ સરસ સમાવેશ કર્યો છે, આવા ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે, શું કહેશો?
જવાબ: ‘મારા માટે ગીતો લખવાનું સરળ અને મુશ્કેલ બંને છે. તે સરળ છે કારણ કે હું કવિતા જાણું છું. આ કારણે હું ગીતોમાં કવિતાનો સમાવેશ કરી શકું છું, જેના કારણે ગીતો ખૂબ સારા બને છે. તે મુશ્કેલ છે કારણ કે તમે દરરોજ તમારું શ્રેષ્ઠ આપી શકતા નથી. એવું બની શકે કે તમને સારી પંક્તિઓ યાદ ન પણ આવે. આપણે જાણીએ છીએ કે જો આપણે થોડું પણ બીજા દરજાનું કામ કરીશું તો તે ગમશે નહીં. તેથી, ગીતો લખવાનું ખૂબ મુશ્કેલ કાર્ય છે.’
પ્રશ્ન- નીરજ, આ ફિલ્મ માટે ગીતો બનાવતી વખતે તમારી શું પ્રક્રિયા હતી?
જવાબ- ‘હું અને કિરવાણી સાહેબ પહેલા ટ્યૂન્સ લોક કરતા હતા. હું કીરવાણી સાહેબને પરિસ્થિતિ સમજાવતો, તે પ્રમાણે ગીતો બનાવતા. કીરવાણી સાહેબની એક વિશેષતા એ છે કે, તેઓ ક્યારેય વધારે પ્રશ્નો પૂછતા નથી. જો હું કહું કે સાહેબ, મને આ વસ્તુ ગમતી નથી, તો તેઓ તરત જ ફેરફાર કરવાનું શરૂ કરે છે. એમાં શું ખૂટે છે કે તમને કેમ નથી ગમતું એ ક્યારેય નથી કહેતા. તેઓ તરત જ બીજી રચના પર કામ કરવાનું શરૂ કરે છે. એકવાર અમે ટ્યુન બનાવી લીધા પછી અમે મનોજને ફ્રેમમાં લાવીએ છીએ. પછી તેઓ ટ્યૂન અનુસાર ગીતો લખે છે.’
પ્રશ્ન- મનોજ, તમે એવાં થોડાં ગીતકારોમાંના એક છો જેમને હિન્દી અને ઉર્દુ બંને ભાષાનું ખૂબ સારું જ્ઞાન છે. તમે તેને ફિલ્મના ગીતમાં પણ ભેળવી દીધું છે, શું કહેશો?
જવાબ- ‘હિન્દી અને ઉર્દુ, આ બે ભાષાઓ એકબીજાનો શ્વાસ લે છે. બંને વચ્ચે ઘણી સામ્યતા છે. છેલ્લા કેટલાક સમયથી એવી વાત ફેલાઈ રહી છે કે બે ભાષા અલગ છે, એવું કંઈ નથી. આ ફિલ્મના ગીતોમાં તમને હિન્દી અને ઉર્દૂનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળશે.’
સવાલ- નીરજ, અજય અને તબ્બુની જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, તેમને કાસ્ટ કરવાનો હેતુ શું હતો?
જવાબ- ‘તમારી ફિલ્મ માટે તમારે હંમેશા યોગ્ય અભિનેતાની જરૂર હોય છે. મારી પાસે અજય અને તબ્બુ કરતાં વધુ સારો વિકલ્પ નહોતો. એક દિગ્દર્શક તરીકે, જો તમારી પાસે સારા કલાકારો હોય, તો સફર ઘણી હદ સુધી સરળ બની જાય છે.’
પ્રશ્ન- કીરવાણી સાહેબ, તમે બહુ ઓછા હિન્દી ગીતો કમ્પોઝ કરો છો, આવું કેમ?
જવાબ- ‘સૌથી પહેલા હું હૈદરાબાદમાં રહું છું, જ્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી મુંબઈથી ચાલે છે. બીજી વાત એ છે કે મારી કેટલીક શરતો છે. જો ફિલ્મ મેકર્સ એ સમજે તો જ હું તેમની સાથે કામ કરીશ. ચાલો હું એક ઉદાહરણ આપું. હું લગ્નના ખ્યાલમાં માનતો નથી. નીરજ જીની ફિલ્મ ‘સ્પેશિયલ-26’માં એક લગ્ન ગીત છે. મેં તેને સ્પષ્ટ કહ્યું હતું કે હું આ ગીત કંપોઝ કરી શકતો નથી. જ્યારે હું કોઈ ખાસ વાતમાં માનતો નથી, તો પછી હું તેની ઉજવણી કેવી રીતે કરી શકું? નીરજ જી મને સમજી ગયા અને એ ગીત બીજા કોઈએ કમ્પોઝ કર્યું.’
મનોજ મુંતશિરે પણ આ સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘હું ઇચ્છું છું કે કીરવાની સાહેબ હિન્દી ફિલ્મો માટે ઓછું કામ કરે. માત્ર એક ચમચી ઘી સ્વાદમાં સારું લાગે છે, જો એક ડોલ ભરેલી આપવામાં આવે તો કદાચ પચશે નહીં. હું ઇચ્છું છું કે કીરવાણી સાહેબ બે વર્ષમાં એક સંગીત આપે, પરંતુ તે સંગીત અદ્ભુત હોવું જોઈએ.’
સવાલ- નીરજ, તમે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છો, આના કારણો શું હતા?
જવાબ- ‘કોવિડનો ગાળો આવી ગયો હતો. આ એક મોટું કારણ હતું. બીજી બાજુ, હું ‘સ્પેશિયલ ઑપ્સ અને ખાકી – ધ બિહાર ચેપ્ટર’ સિરીઝ બનાવવામાં વ્યસ્ત હતો, તેથી ફિલ્મોમાં કામ કરતો નહોતો.’
પ્રશ્ન- મનોજ, તમે નીરજ પાંડેની ફિલ્મ મેકિંગ કે લેખનને કેવી રીતે જુઓ છો?
જવાબ- ‘હું હંમેશાથી નીરજ સરની ફિલ્મ મેકિંગનો ચાહક રહ્યો છું. તેમના લખાણનો કોઈ જવાબ નથી. તેઓ જે રીતે લખે છે, કદાચ હું પણ ત્યાં ન પહોંચી શકું.’
સવાલ- કિરવાણી સાહેબ કહો, આજકાલના ગીતો એટલા મધુર નથી રહ્યા, તેની પાછળનું કારણ શું હોઈ શકે?
જવાબ- ‘જુઓ, એવું નથી કે આજના ગીતો મધુર નથી. આજથી ચાર-પાંચ વર્ષ પછી જ્યારે તમે આ જ ગીતો સાંભળશો, ત્યારે તમને તે ગમશે. તે માત્ર સમયની બાબત છે.’