39 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફિલ્મ ‘ગુલમોહર’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. ઋષભ શેટ્ટીને ફિલ્મ ‘કાંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
આ જાહેરાત બાદ શર્મિલા ટાગોરે આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું- હું મારા અને ટીમ માટે ખૂબ જ ખુશ છું.
જ્યારે, KGF સ્ટાર યશે ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું,- રાષ્ટ્રીય મંચ પર કન્નડ સિનેમાની આ ખરેખર ચમકતી ક્ષણ છે.
શર્મિલાએ ફિલ્મના ડાયરેક્ટરની પ્રશંસા કરી
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા શર્મિલા ટાગોરે કહ્યું- ‘હું બિલકુલ ક્લાઉડ નાઈન પર છું. મેં હમણાં જ લંચ પૂરું કર્યું અને શ્રેષ્ઠ સમાચાર સાંભળ્યા. હું ખૂબ જ ખુશ છું. રાહુલ ખૂબ સારા દિગ્દર્શક છે. આ તેની પ્રથમ ફિલ્મ છે અને તેને ઘણા એવોર્ડ મળ્યા છે. હું પણ તેના માટે ખૂબ જ ખુશ છું.’
12 વર્ષ બાદ શર્મિલા આ ફિલ્મથી એક્ટિંગમાં પાછી ફરી
શર્મિલા ટાગોર આ ફિલ્મ દ્વારા 12 વર્ષ બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી છે. વાતચીત દરમિયાન, તેણીએ એ પણ જણાવ્યું કે શું તે ભવિષ્યમાં કામ કરવાનું ચાલુ રાખશે કે નહીં. તેણે કહ્યું કે, દર્શકોનો પ્રેમ તેના માટે ઘણો મહત્ત્વનો છે.
શર્મિલાએ કહ્યું,- મને દર્શકો વિશે ખબર નથી, પરંતુ મેકર્સે રસ લેવો પડશે. મને ફિલ્મોમાં કામ કરવાનો કોઈ જ અણગમો નથી.
યશની ફિલ્મ ‘KGF 2’ ને બેસ્ટ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સાથે જ આ ફિલ્મે બેસ્ટ સ્ટંટ કોરિયોગ્રાફીનો ખિતાબ પણ જીત્યો હતો. યશે આ જીત માટે સોશિયલ મીડિયા પર પોતાની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. કન્નડ સિનેમાના સ્ટાર્સને પણ અભિનંદન પાઠવ્યા હતા. યશે આગળ કહ્યું- નેશનલ એવોર્ડના તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન.