45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિરેક્ટર નિતેશ તિવારી હાલમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે ‘રામાયણ’ બનાવી રહ્યા છે. એવી ચર્ચા હતી કે સાઉથનો સુપરસ્ટાર યશ તેમાં રાવણના રોલમાં જોવા મળશે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, એક્ટરે આ વાતની પુષ્ટિ કરી છે અને તેના માટે ઉત્સાહિત છે.
ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લીડ એક્ટર્સના ઘણા AI જનરેટેડ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થયા
એક્ટરે કહ્યું- મને આશા છે કે લોકોને મારું કામ ગમશે ‘ધ હોલીવુડ રિપોર્ટર’ સાથેની વાતચીતમાં યશે કહ્યું, એક્ટર તરીકે રાવણનું પાત્ર ભજવવું મારા માટે ખૂબ જ રોમાંચક છે. તેના પાત્રને અલગ રીતે રજૂ કરવાનો ઘણો સ્કોપ છે. એક એક્ટર તરીકે હું ઉત્સાહિત છું અને તેના પર કામ કરી રહ્યો છું. મને આશા છે કે લોકોને મારો અભિગમ અનોખો લાગશે.
આ ફિલ્મના સેટ પરથી રામના રૂપમાં રણબીર અને સીતાના રૂપમાં સાઈની આ તસવીર સૌથી પહેલા વાઈરલ થઈ હતી
પહેલા રણબીર, પછી હું અને પછી સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવ્યાઃ યશ રામાયણ પર વાત કરતા યશે આગળ કહ્યું- ‘આટલા મોટા બજેટની ફિલ્મ બનાવવા માટે તમારે આવા કલાકારોને સાથે લાવવાની જરૂર છે. હું શરૂઆતથી જ ફિલ્મના નિર્માતાઓ સાથે જોડાયેલો હતો. જ્યારે હું ફિલ્મોમાંથી બ્રેક પર હતો ત્યારે અમે આ અંગે ચર્ચા કરતા હતા. આ ફિલ્મ માટે પહેલા રણબીર, પછી મને અને પછી સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
રામાયણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
- ત્રણ ભાગમાં બની રહેલી આ ફિલ્મનો દરેક ભાગ 3 કલાકનો હશે.
- 500 કરોડથી વધુના બજેટ સાથે બનાવવામાં આવશે.
- મધુ મન્ટેના, અલ્લુ અરવિંદ અને નમિત મલ્હોત્રા સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કરશે.
- નિર્માતાઓ તેનો પહેલો ભાગ 2025ના બીજા ભાગમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.
- પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા આ ફિલ્મને ઈન્ટરનેશનલ લેવલ પર રિલીઝ કરવા માટે ઈન્ટરનેશનલ કંપની વોર્નર બ્રધર્સ સાથે ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- હંસ ઝિમર અને એઆર રહેમાન જેવા ઓસ્કાર વિજેતા કલાકારો સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ કરી રહ્યા છે.
- ઓસ્કાર વિજેતા કંપની DNEG VFX પર કામ કરશે.
- આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થશે.
આ ઈન્ટરવ્યુમાં યશે તેની સુપરહિટ ફ્રેન્ચાઈઝી KGFના ત્રીજા ભાગ વિશે પણ વાત કરી હતી.
યોગ્ય સમયે ‘KGF 3’ લાવશે આ ઈન્ટરવ્યુમાં યશે તેની સૌથી ચર્ચિત ફ્રેન્ચાઈઝી ‘KGF’ વિશે પણ વાત કરી હતી. ‘KGF 3’ વિશે અપડેટ આપતા તેને કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે લોકો રોકી ભાઈને પાછા જોવા માંગે છે.
હું અને KGFના ડિરેક્ટર પ્રશાંત આ અંગે ચર્ચા કરતા રહીએ છીએ. જ્યારે પણ સમય યોગ્ય હશે, અમે ચોક્કસપણે કંઈક મોટું લઈને આવીશું. હાલમાં, હું મારા બે પ્રોજેક્ટ્સ (‘ટોક્સિક’ અને ‘રામાયણ’) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.
KGF ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ સાથે યશ.
‘KGF 3’ એવી વસ્તુ હશે જેના પર દર્શકો ગર્વ કરી શકે યશે આગળ કહ્યું- ‘આ ફિલ્મ વિશે અમારી પાસે મજબૂત વિચાર છે. અમે ટૂંક સમયમાં આના પર સંપૂર્ણ ધ્યાન આપીને કામ શરૂ કરીશું. હાલમાં અમે આ ફ્રેન્ચાઈઝીનો લાભ ઉઠાવવા માટે કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. યશે કહ્યું કે દર્શકોએ અમારી ફ્રેન્ચાઈઝીને ઘણો પ્રેમ આપ્યો છે. હવે અમે એવી ફિલ્મ બનાવવા માંગીએ છીએ જેના પર દર્શકો ગર્વ કરી શકે.
‘સાલર’ અને ‘KGF’ વચ્ચે કોઈ કનેક્શન નથી ‘સલાર’ અને ‘KGF’ વચ્ચેના કનેક્શન પર યશે કહ્યું કે બંને ફિલ્મો વચ્ચે કોઈ કનેક્શન નથી. સોશિયલ મીડિયા પર આ બધી માત્ર અફવાઓ છે.