7 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,પ્રખ્યાત ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 15 વર્ષ પછી બંધ થઈ રહ્યો છે. આ સમાચારની પુષ્ટિ કરવા મા ટેદિવ્ય ભાસ્કરે શો સાથે જોડાયેલા કલાકારો સાથે વાત કરી હતી. જેમાં જાણવા માયું હતું કે આ સમાચારમાં કોઈ સત્યતા નથી.
હાલમાં જ શોમાં સામેલ થયેલી એક્ટ્રેસ ગરવિતા સાધવાની કહે છે, ‘અમારો શો ટીઆરપીની દ્રષ્ટિએ ખૂબ જ સારું પરફોર્મ કરે છે. આ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તે કેવી રીતે ઓફ એર થઈ શકે? સારું, અમને આ વિશે કંઈપણ કહેવામાં આવ્યું ન હતું. મને પૂરી ખાતરી છે કે આમાં કોઈ સત્ય નથી.
લીડ એક્ટર રોહિત પુરોહિતે પણ તેને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું, ‘અમે બધા આ શોને ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. બંધ થવાની વાત સંપૂર્ણ અફવા છે.
આ શો ઘણાં અઠવાડિયાંથી ટોપ 5 ટીઆરપી લિસ્ટમાં છે
પ્રોડક્શન હાઉસના નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે. આ શો છેલ્લાં ઘણાં અઠવાડિયાથી TRP લિસ્ટમાં ટોપ 5માં સામેલ છે. આવી સ્થિતિમાં ચેનલે અચાનક શો બંધ કરવાનો નિર્ણય કેમ લીધો? હવે સવાલ એ થાય છે કે શો ઓફ એર થવાના સમાચાર ક્યાંથી આવ્યા?
આ પાછળ હકીકત એ છે કે શોના નિર્માતા રંજન શાહીએ હાલમાં જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. શોની ટીઆરપી પણ ઘટી ગઈ. પ્રોગ્રામિંગ ટીમ દ્વારા શો બંધ કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. જ્યારે તેને શો ઓફ એર કરવાની નોટિસ મળી ત્યારે શોની ટીઆરપી અચાનક વધી ગઈ હતી.
રંજને આ ઇન્ટરવ્યૂમાં પ્રોગ્રામિંગ ટીમ તરફથી જે નોટિસની વાત કરી હતી તે લગભગ 4 વર્ષ જૂની છે. હા, 4 વર્ષ પહેલાં ટીમે નિર્માતાને નોટિસ મોકલી હતી. જેનો ઉલ્લેખ હાલમાં જ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો પહેલો એપિસોડ 12 જાન્યુઆરી, 2009ના રોજ પ્રીમિયર થયો હતો. તે સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાંનો એક છે.