38 મિનિટ પેહલા
- કૉપી લિંક
2023માં એક્ટ્રેસ જિયા ખાનના આત્મહત્યાના કેસમાં સૂરજ પંચોલીને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે એક નવાં ઈન્ટરવ્યુમાં સૂરજની માતા ઝરીના વહાબે દાવો કર્યો છે કે જીયાએ તેના પુત્રને મળ્યાં પહેલા પણ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
લેહરેન રેટ્રોને આપેલા ઈન્ટરવ્યુમાં ઝરીનાએ કહ્યું- સૂરજને મળ્યા પહેલા પણ તેણે 4-5 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ નસીબ એવું હતું કે મારા દીકરાનો ટર્ન આવ્યો ત્યારે જ થયું.
ઝરીનાએ કહ્યું- બધા જાણે છે કે જિયા શું કરતી હતી ઝરીનાએ એ પણ ખુલાસો કર્યો હતો કે સૂરજને આ મામલામાં તેની સંડોવણીને કારણે પ્રોફેશનલી રીતે ઘણું સહન કરવું પડ્યું હતું. તેણે કહ્યું- આપણે બધા ખરાબ સમયમાંથી પસાર થયા છીએ. પણ હું એક વાત માનું છું કે જો તમે જૂઠથી કોઈનું જીવન બગાડો છો તો તમારે વ્યાજ સાથે સામે ચૂકવા પડે છે.
અમે લોકોએ રાહ જોઈ, જ્યારે તે દોષી પણ નહતો. તેને 10 વર્ષ લાગ્યાં. પરંતુ હવે તે આ બાબતમાંથી બહાર આવી રહ્યો છે માટે હું ખુશ છું. જો કે, આની અસર સૂરજની કારકિર્દી પર પણ પડી. બધા જાણે છે કે તે (જિયા) શું કરતી હતી. હું મારું મોઢું ખોલવા માગતી નથી. હું આ કહીને મારી જાતને નીચી દેખાડવા માગતી નથી.
જિયાએ અમિતાભ બચ્ચનની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું જિયા ખાને પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જ અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નામ ‘નિશબ્દ’ હતું. આ પછી તેણે આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગજની’માં કામ કર્યું. તેની છેલ્લી ફિલ્મ અક્ષય કુમાર સ્ટારર ‘હાઉસફુલ’ હતી. ‘ગજની’ અને ‘હાઉસફુલ’ બંને ફિલ્મોએ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
જિયા અને સૂરજની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિયા અને સૂરજની મુલાકાત 2012માં ફેસબુક દ્વારા થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ રિલેશનશિપમાં આવ્યાં. જિયા અને સૂરજના પરિવારના સભ્યો તેમના સંબંધો વિશે જાણતાં હતાં. બંનેના ફોટા પણ વાઈરલ થયા હતા. તે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનાં અહેવાલો પણ સામે આવ્યાં હતાં.
જિયાએ 2013માં આત્મહત્યા કરી હતી 3 જૂન, 2013ના રોજ, જિયાની માતાને તેના મુંબઈના ઘરમાં મૃત હાલતમાં મળી. જિયાની માતાની ફરિયાદ પર એક્ટર અને બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જિયાના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં લખ્યું હતું- મેં તને ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ બદલામાં મને માત્ર દગો અને જુઠ્ઠાણું મળ્યું.
ધરપકડના 10 વર્ષ પછી, સીબીઆઈની વિશેષ અદાલતે આ કેસમાં સૂરજને નિર્દોષ જાહેર કર્યો.