14 મિનિટ પેહલા
- કૉપી લિંક
વીતેલા જમાનાની પીઢ અભેનેત્રી ઝીનત અમાને તેમના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ઝીનતે તેમના ચાહકોને જણાવવા માટે એક લાંબી નોટ લખી હતી કે તે અચાનક કોઈ પ્લાનિંગ વગર ઈન્સ્ટાગ્રામમાંથી બ્રેક લઈ રહી છે. આનું કારણ આપતા ઝીનતે લખ્યું કે તે પોતાના એકાઉન્ટ પર પોતાનો ફોટો જોઈને કંટાળી ગઈ છે. તેમણે આગળ લખ્યું, ‘જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી તેની સરખામણીમાં આજની દુનિયા કેટલી અલગ છે. 70ના દાયકામાં અને આજના સમયમાં મેં જે જોયું તેમાં ઘણો બદલાવ આવ્યો છે.’

ઝીનતે લખ્યું, ‘મને એ વિચારીને આશ્ચર્ય થાય છે કે ઈન્ટરનેટ અને ખાસ કરીને સોશિયલ મીડિયાએ આજે સમાજ માટે શું કર્યું છે. અલબત્ત તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. અમુક અંશે, સોશિયલ મીડિયાએ પ્રસિદ્ધિના માર્ગનું લોકશાહીકરણ કર્યું છે. આજે કેટલાક પ્રતિભાશાળી લોકો સ્માર્ટફોનની મદદથી સોશિયલ મીડિયા પર પોતાનું કરિયર બનાવી શકે છે. હા, કેટલાક ઓનલાઈન માત્ર ભીડને ખુશ કરનાર હોય છે, પરંતુ ત્યાં પ્રામાણિક પ્રતિભાશાળી લોકો પણ છે, જેમને હવે એક સારું પ્લેટફોર્મ મળ્યું છે.’
ઝીનતે ટ્રોલિંગ અને તેનો સામનો કરવાની રીતો વિશે પણ જણાવ્યું. તેણે લખ્યું- હું ઓનલાઈન ટ્રોલિંગને લઈને ખૂબ જ સાવધાન રહું છું. કેટલાક લોકો ઑનલાઇન કેવી ઊલટી-સીધી વાતો કરે છે, જે તેઓ ક્યારેય રૂબરૂમાં કહેવાની હિંમત કરતા નથી.
મારા મતે, આ એક કંટાળાજનક સમાજ તરફ નિર્દેશ કરે છે, જે ભૂલી ગયો છે કે આ વિશ્વમાં દરેક માનવી ખૂબ નાનો છે! મારા મતે દરેક નાની-નાની વાત માટે લોકોને દોષી ઠેરવવા, તેમને નીચા ગણવા અને બદનામ કરવા એ બહુ ખોટું છે. દરેકનો અભિપ્રાય અલગ હોઈ શકે છે, લોકોએ આ સ્વીકારવું જોઈએ.

ઝીનતે પોસ્ટ સાથે એક તસવીર પણ શેર કરી છે જેમાં તે મિન્ટ ગ્રીન આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે કહ્યું કે આ ફોટો તેના પુત્ર જહાં ખાનની કારની બારીમાંથી લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ઝીનત અવારનવાર પોતાની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. સાયરા બાનુ, મુમતાઝ અને મુકેશ ખન્ના સહિત ઘણા સેલેબ્સે તેની આલોચના કરી હતી. સોની રાઝદાન સહિત ઘણા લોકોએ તેને સમર્થન આપ્યું હતું.