8 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં રિલેશનશિપની સલાહ આપી છે. તેઓ માને છે કે લગ્ન પહેલાં સાથે રહેવું જરૂરી છે. ઝીનતે હંમેશા તેના પુત્રને પણ રિલેશનશિપમાં આ જ સલાહ આપી છે. તેણે પોતાના પાલતુ કૂતરા ‘લીલી’ સાથેની તસવીર પણ શેર કરી છે. તેણે સૌપ્રથમ સોશિયલ મીડિયા યુઝર્સને તેના કૂતરાની ઓળખ કરાવી.

ઝીનતે પહેલા લખ્યું- ટુ બર્ડ, એક પોસ્ટ. સૌ પ્રથમ, હું તમને કહી દઉં કે, મારી પાગલ લીલી આજે બપોરે બગીચામાં મજા કરી રહી છે. લીલી એ મુંબઈની શેરીઓમાંથી બચાવવામાં આવેલો સ્ટ્રીટ ડોગ છે. તે મારો પડછાયો છે, અને કારણ કે હું પાલતુ બચાવ અને દત્તક લેવાનું સમર્થન કરું છું.

ઝીનત અમાને રિલેશનશિપની સલાહ આપી
ઝીનતે લખ્યું કે એક પ્રશંસકે મારી પાસે સોશિયલ મીડિયા પર રિલેશનશિપની સલાહ માગી હતી. તેમને કહ્યું કે મને એક અંગત અભિપ્રાય જણાવવા દો, જે મેં પહેલાં ક્યારેય શેર કર્યો નથી. જો તમે રિલેશનશિપમાં હો તો લગ્ન પહેલાં સાથે રહેવું જરૂરી છે.
મેં મારા પુત્રને પણ આ જ સલાહ આપી છે. તેણે કહ્યું- જે લોકો લિવ-ઇન રિલેશનશિપમાં છે, હું કહેવા માગુ છું કે આ મને ખૂબ જ તાર્કિક લાગે છે. જ્યારે બે લોકો તેમના પરિવાર અને સરકારને તેમની વચ્ચે લાવે છે, ત્યારે તેઓએ તેમના સંબંધોની અંતિમ પરીક્ષા કરવી જોઈએ.

ઝીનતે લખ્યું છે કે અમુક કલાકો સુધી કોઈની સાથે રહીને તમારુંબેસ્ટ વર્ઝન બતાવવું ખૂબ જ સરળ છે. પરંતુ દિવસના 24 કલાક કોઈની સાથે રહેવું, બાથરૂમ શેર કરવું, ખરાબ મૂડ સહન કરવો, ડિનરમાં માત્ર એક જ વાત પર સંમત થવું અને લગ્ન પછી આવા લાખો સંઘર્ષો તમારા જીવનમાં આવે છે. આ કારણથી દરેક કપલે લગ્ન પહેલાં સાથે રહેવું જોઈએ કે તમે આ બધું એક સાથે સહન કરવા તૈયાર છો કે નહીં.
અંતે તેણે લખ્યું- હું જાણું છું કે ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશિપને લઈને થોડી કડક છે. પરંતુ સમાજ બીજી ઘણી બાબતો અંગે કડક રહે છે.

ઝીનતે બે વાર લગ્ન કર્યા હતા
ઝીનત અમાનના અંગત જીવનની વાત કરીએ તો, તેણે પહેલા વર્ષ 1978માં અભિનેતા સંજય ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક વર્ષ પછી સંબંધ તૂટી ગયો. ત્યારબાદ ઝીનતે 1985 માં અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા, જેની સાથે તે બે પુત્રો – અઝાન અને જહાનની માતા બની હતી.