રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ શહેરમાં બીયુ પરવાનગી અને ફાયર એનઓસી ન ધરાવનાર હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, ગેમઝોન, પ્રી-સ્કૂલ સહિતની મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હવે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી
.
AMCનું વિવિધ વિસ્તારોમાં ચેકિંગ
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આજે સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. શહેરના ડી કેબીન અને ચાંદખેડા વિસ્તારમાં આવેલા ટ્રી હાઉસ નામની ત્રણ પ્રી-સ્કૂલ, કેલોરેક્સ પ્રી- સ્કૂલ, H3, ઓસપીશિયશ, યુરો કીડસ, શાંતિ જુનિયર, મહાત્મા વેલી રંગોલી સહિતની પશ્ચિમ ઝોનની કુલ 3300 અને વિસ્તારોમાં આવેલી 21 એમ કુલ 51 પ્રી-સ્કૂલો બીયુ પરમિશન વિનાની હોવાથી તેને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં દક્ષિણ અને ઉત્તર ઝોનમાં આવેલાં 50 જેટલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પણ બિન અધિકૃત હોવાના કારણે તેને સીલ કરવામાં આવ્યા છે.
346 મિલકતને સીલ કરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં એક મહિનામાં બિનઅધિકૃત બાંધકામ/બિનઅધિકૃત વપરાશ/ ફાયર એન.ઓ.સી. સીવાયના 13 ગેમિંગ ઝોન, 48 હોસ્પિટલ, 93 સ્કુલ/ પ્રી-સ્કુલ, 21 ટયુશન ક્લાસીસ, 25 સિનેમા (81 સ્ક્રીન સાથેના), 86 ફુડ કોર્ટી રેસ્ટોરન્ટ બેન્કવેટ/ હોટેલ, 10 શોપિંગ/ પાર્ટી પ્લોટ તથા 50 યુનિટ ઈન્ડસ્ટ્રીયલ શેડ મળી કુલ 346 મિલકતને સીલ કરવામાં આવી છે. આ કામગીરી ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.