ગાંધીનગરના કોલવડામાં પૂર્વ બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડ્યો હતો. બૂટલેગર માતા-પુત્રના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક આખો રૂમ ફેંકી વળવા છતાં પોલીસને માત્ર 4 જ બોટલ મળી હતી. ઘરે બે દિવસથી મહેમાન હતા ત્યારે ઘરે મહેમાન
.
દરમિયાન પોલીસે રૂમમાં ડબલ બેડનો પલંગ ખસેડતા એક ટાઇલ્સ ઉખડેલી જોવા મળી હતી. જે હટાવતાં જ દસ બાય દસનાં રૂમનાં ભોંયરામાં સંતાડેલી દારૂની પેટીઓ જોઈ પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી રૂ. 1.66 લાખનો દારૂ જપ્ત કરી વોન્ટેડ બૂટલેગર માતા-પુત્રને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
પોલીસકર્મી ભોંયરામાં ઉતરી દારૂ-બિયરનો જથ્થો બહાર કાઢ્યો
પલંગ નીચે ભોંયરું હતું ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી પેથાપુર પોલીસ મથકના પીઆઈ મુકેશ દેસાઈની ટીમે કોલવડામાં બૂટલેગર માતા-પુત્રના મકાનમાં ત્રાટકી રૂમમાં ડબલ બેડનાં પલંગ નીચે બનાવેલી 10X10ની સાઈઝનાં રૂમનું ભોંયરું શોધી કાઢી વિદેશી દારૂનાં વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પેથાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
ઘરે આવેલા મહેમાનોને મૂકીને બૂટલેગર માતા-પુત્ર નાસી છૂટ્યા આ દરમિયાન બાતમી મળી હતી કે, કોલવડા ગામ મહોડીયા વિસ્તાર ખાતે રહેતો કિશોરજી ઉર્ફે જીગો બાબુજી ફકાજી ઠાકોર તથા તેની માતા મંજુલાબેન ઠાકોર સાથે મળીને મકાનમા ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખીને છૂટક વેપાર કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ ત્રાટકી હતી. પરંતુ બૂટલેગર કિશોર અને તેની માતા મંજુલાબેન પોલીસ પહોંચે એ પહેલાં જ બે દિવસથી મહેમાન ગતિએ આવેલા એક સંબંધીને ઘરમાં એકલા મૂકીને રફુચક્કર થઈ ગયા હતા.
દારૂ-બિયરની બોટલ કાઢી
આખું ઘર ફેંદી નાખ્યું છતાં માત્ર 4 દારૂની બોટલો મળી હતી બાદમાં પોલીસે બૂટલેગરના સંબંધીને સાથે રાખીને મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, આખું ઘર ફેંદી નાખ્યું છતાં માત્ર ચાર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પરંતુ મોટા પ્રમાણમાં દારૂ હોવાની પાક્કી બાતમી હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. જેનાં પગલે પોલીસે મકાનના બીજા રૂમમાં ડબલ બેડનો પંલગ ખસેડયો હતો. જ્યાં ભોયતળિયે ખૂણા ઉપરની એક ટાઇલ્સ ઉખડેલી હાલતમાં જોવા મળી હતી. જેવી ટાઇલ્સ હટાવી કે ભોંયતળિયામાં બનાવેલા રૂમનું ગુપ્ત ભોયરું જોઈને પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. કેમ કે, દસ બાય દસનાં રૂમ જેવડા ભોંયરામાં વિદેશી દારૂ-બિયરની પેટીઓ સંતાડેલી હતી. બાદમાં પોલીસે એક પછી એક દારૂની પેટીઓ બહાર કાઢીને ગણતરી કરતા 1 લાખ 66 હજારની કિંમતની દારૂની બોટલો અને બિયરનો 1076 નંગ જથ્થો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસકર્મી ભોંયરામાં ઉતર્યો હતો